તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્ષેપ:સરકારના તઘલખી ફરમાનોનો ભોગ પ્રજા બની રહી હોવાનો આક્ષેપ

મુન્દ્રા15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઓક્સિજનનો જથ્થો કચ્છ બહાર સરકી જાય છે

સમગ્ર કચ્છમાં લોકોની માંગ સરકાર સમક્ષ રાખવામાં નિસ્ફળ ગયેલી નબળી નેતાગીરીને કારણે રાજ્ય સરકારના તઘલખી નિર્ણયનો ભોગ પ્રજા બની રહી હોવાનો આક્ષેપ જિલ્લા પંચાયતના માજી વિપક્ષી નેતા હાજી સલીમ જતે કર્યો છે. મુન્દ્રા માટે 50 બેડની એલાયન્સ અને 40 બેડની મીમ્સ હોસ્પિટલ કોવિડ -19ના દર્દીઓ માટે ખાસ જાહેર કરાઈ જેમાં કોરોના ની બીજી ઘાતક લહેર શરુ થઇ તે પહેલાં બંને સારવાર કેન્દ્રોમાં પર્યાપ્ત સવલતો ઉપલબ્ધ હતી અને દર્દીઓનો ઘસારો નહિવત હતો.

એપ્રિલ માસથી કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યા બાદ સરકારના તઘલખી નિર્ણયને લીધે દર્દીઓ ઓક્સિજન વિના તડપીને દમ તોડી રહ્યા હોવાની લાગણી દર્શાવી છે.અગાઉ મુન્દ્રા તાલુકાના લાખાપર અને ભચાઉના ચીરઇ ખાતેથી ઓક્સિજન સરળતા પૂર્વક ઉપલબ્ધ થતો હોવા પર ભાર મૂકી સરકારે કોઈ પણ જાતના આયોજન વગર ખાનગી હોસ્પિટલોને કોરોના સારવાર માટેની પરવાનગી આપી દીધી અને દર્દીઓને સીધું ઓક્સિજન આપવા ફતવો બહાર પાડ્યો જેની વિતરણ વ્યવસ્થા પર ગંભીર અસર પડી અને સરકાર માન્ય કોવિડ સેન્ટરોને ઓક્સિજનનો પૂરતો જથ્થો મળતો ન હોવાની લાગણી વ્યક્ત કરી છે.

પ્લાન્ટોમાંથી ઓક્સિજનનો જથ્થો ખાનગી હોસ્પિટલો અને માલેતુજાર લોકો કચ્છ બહાર લઇ જતા હોવાનો આક્રોશ દર્શાવી સરકાર દ્વારા મળતિયાઓ સલામત તો સબ સલામત ની નિતી અપનાવાઈ રહી હોવાનો આંતર્નાદ વ્યક્ત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો