ન્યાયની માંગ:ગજોડની કંપની વિરુદ્ધ પાંચ યુવાનોએ પાંચ દિવસથી અન્નનો ત્યાગ કર્યો

મુન્દ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુમિટોમાં માં ફરજ વખતે મોતને ભેટેલા કુંદરોડીના યુવાનને ન્યાય અપાવવા

ભુજ તાલુકાના ગજોડ મુકામે સુમિટોમો કંપનીમાં ફરજ બજાવતા ક્ષત્રિય યુવાન નું અકાળે અવસાન થતાં મૃતકના પરિવાજનોએ મોત પાછળ ઝેરી ગેસ કારણભૂત હોવાનો આક્ષેપ કરી ભોગગ્રસ્ત ને ન્યાય મળે તે માટે ઉદ્યોગ સામે ધરણાં ધર્યા હતા.તે છતાં પણ સકારાત્મક પ્રતિસાદ ન મળતાં હવે લડત ઉગ્ર બનવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગત 27/10 થી ગજોડ આસપાસના ગામોના નવલસિંહ જેમુભા વાઘેલા (બાબિયા) કમલેશ દેવરાજ ગઢવી(મુન્દ્રા)સુરેન્દ્રસિંહ રામભા જાડેજા (રામણીયા)પૃથ્વીરાજસિંહ દિલીપસિંહ જાડેજા(પત્રી)અને ભૂપતસિંહ શિવુભા જાડેજા નામક પાંચ યુવાનોએ પ્રસાશન ને લેખિત જાણ કરી ઉદ્યોગ સામે છાવણી બાંધી અન્નત્યાગ કર્યો છે.વિરોધના પાંચમા દિને પણ સૂચિત ઉદ્યોગે મૃતક શિવુભા ના પરિવારજનો સામે સંવેદના દાખવતી કોઈ પ્રતિક્રિયા ન આપતાં ઉપવાસ ધારકો પૈકી કમલેશ ગઢવી એ જો દિવાળી સુધી સુમિટોમો ના જવાબદારો ભોગગ્રસ્ત પરિવાર અને તેના માસુમ બાળકો પ્રત્યે સંતોષકારક વલણ ન દાખવે તો જળ ત્યજી અંતિમ શ્વાસ સુધી કંપની વિરુદ્ધ લડત જારી રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...