તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુન્દ્રા તાલુકાના સમાઘોઘા સ્થિત ઘરફોડ ચોરી પ્રકરણમાં શકમંદ ગઢવી યુવાનનું કસ્ટોડિયલ ડેથ થતાં સ્થાનિક પોલીસ પર જાણે ગાજ વરસી છે.પ્રથમ જિલ્લા પોલીસ અધિક્ષકે સમગ્ર બનાવમાં જવાબદાર છ પોલીસકર્મી અને એક જીઆરડી જવાન વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરી ફરજમોકૂફ કર્યા છે.
આ ચર્ચાસ્પદ કિસ્સા બાદ ગઢવી સમુદાયના આક્રોશ વચ્ચે પોલીસકર્મીઓનો કસ્ટોડિયલ ડેથના આરોપીઓ સાથે દારૂની પાર્ટી માણતા હોવાનો જૂનો ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભસિંઘે મિજબાનીમાં સામેલ પુષ્પરાજસિંહ ચુડાસમા અને દિગ્વિજયસિંહ ઝાલાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હતા.અને ઘટનાના પંદર દિવસ બાદ પાર્ટીમાં હાજર અન્ય પોલીસકર્મી જયપાલસિંહ જાડેજાનું નામ ખુલતા તેને પણ પાણીચું પકડાવી દેતાં એકજ થાણાના સસ્પેન્ડેડ પોલીસકર્મીઓનો આંક દસ પર પહોંચ્યો છે.
મુખ્ય 5 આરોપી દબોચી લેવા પોલીસ પર દબાણ
સમગ્ર મુદ્દે લડત ચલાવતા ગઢવી સમુદાયે પ્રથમ પાંચ આરોપી પોલીસકર્મીઓને ત્વરાએ ઝડપી લેવા 72 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું.પોલીસની કામગીરીને અનુલક્ષીને હાલ પૂરતા ધરણાંનો કાર્યક્રમ આઘો ઠેલતાં આરોપીઓને પકડવા પોલીસ પર દબાણ વધ્યું છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.