તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુકમ:મુન્દ્રામાં ચાર વર્ષ અગાઉ બનેલા હત્યા કેસના આરોપીને આજીવન કેદની સજા

મુન્દ્રા20 દિવસ પહેલા
 • કૉપી લિંક

​​​​​મુન્દ્રા મધ્યે ચાર વર્ષ અગાઉ બનેલા ચકચારી હત્યાકેસમાં આરોપીને જિલ્લાની અદાલતે આજીવન કેદની સજા ફટકારી પાંચ હજાર રૂપિયા દંડ ભરવાનો આદેશ ફટકાર્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ મુન્દ્રાની મામદમિયાં મસ્જીદ પાસે 7/5/17ના રોજ રાત્રે 9.30 વાગ્યાના સમયગાળા દરમ્યાન આરોપી સોહિલ ઉર્ફે સોયલો મહંમદ હુસેન કકલ (રહે-મુન્દ્રા)એ પોતાના ભાઈને માર માર્યાનું મનદુઃખ રાખી ભુજના યુવાન નદિમ ઉર્ફે રાજા દાઉદ અજડીયાને છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો.

ત્યારબાદ આરોપી વિરુદ્ધ ત્રીજા અધિક સેસન્સ જજની અદાલતમાં ચાલેલા આ હત્યા કેસમાં નામદાર કોર્ટમાં 40 દસ્તાવેજી અને 33 મૌખિક પુરાવાઓ તપાસી આમને સામને દલીલ કરાઈ હતી.જેને સાંભળી સેસન્સ જજે આરોપી સોહીલ ઉર્ફે સૉયલાને આજીવન કેદ અને પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.ફરિયાદી પક્ષના સરકારી વકીલ તરીકે એસ. એ. મહેશ્વરીએ દલીલો કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો