તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વૃક્ષારોપણ:મુન્દ્રા તાલુકામાં લોક ભાગીદારીથી વિવિધ સ્થળે 4 હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરાયું

મુન્દ્રા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અદાણી ફાઉન્ડેશન દ્વારા લોકભાગીદારીથી વૃક્ષારોપણ કરાયું

‘વૃક્ષો હોય ત્યાં વરસાદ’ના નારાને અનુસરતા મુન્દ્રા તાલુકામાં અદાણી ફાઉન્ડેશન દ્વારા વિવિધ સ્થળે 4 હજાર જેટલા વૃક્ષોનું લોક ભાગીદારી સાથે આરોપણ કરાયું હતું.અભિયાનના ભાગરૂપે પ્રથમ ઝરપરાના વીર શહીદ માણસી ગઢવીની 16મી પુણ્યતિથિએ ગામની ભાગોળે માનસી ચોક તથા રોડની બંને બાજુએ 22 વૃક્ષોને સિમેન્ટ બ્લોકના પીંજરા તથા 25 વૃક્ષોને લોંખડની જાળીનું રક્ષણ આપી વાવવામાં આવ્યા હતા.આ ઉપરાંત દાણેશ્વર મંદિર, સીરાચા ક્ષેત્રપાળ મંદિર, નાનાકપાયા, ઝરપરા, નવીનાળ ગૌશાળા, પ્રાસલા, વોંકરાઈ વાડી, ટૂંડા ગામના જાહેર સ્થળો, ભુજપુર જમાતખાના, લૂણી ,સમાઘોઘા વાડી વિસ્તાર, ધ્રબ,બારોઇ સ્મશાન, તથા મુન્દ્રાની દેવીપૂજક સમાજવાડી સહિતના સ્થળે 4000થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું હતું. પાણી અને ઉછેરની વ્યવસ્થા માટે જે તે ગામના મંડળોને જવાબદારી સોંપાઈ હતી. કાર્યક્રમ સમયે ઉપસ્થિત તમામ ગામના આગેવાનોએ વાવેલા વૃક્ષોમાંથી એક પણ સુકાય નહીં તે અંગે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો