ધરપકડ:મુન્દ્રામાં ગોડાઉનમાંથી 2.84 લાખનું કેમિકલ ચોરનાર ત્રિપુટી ઝડપાઇ

મુન્દ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શ્રાવણ માસની જુગારમાં હારી જતાં ચોરી કરવા પ્રેરાયેલા લબરમૂછિયા યુવાનો કોલ ડીટેલ પરથી ઝડપાયા

અઠવાડિયા અગાઉ મુન્દ્રા સ્થિત યુનિયન બેંક પાછળના ગોડાઉનમાંથી 2.84 લાખના મિથાઇલ કેમિકલના ખોખા તથા ટીનની ચોરી કરનાર યુવાનોની ત્રિપુટીને સ્થાનિક પોલીસે મુન્દ્રાના સોસાયટી વિસ્તારમાંથી દબોચી લીધી હતી.અને તેમની પાસેથી 1.88 લાખનો મુદામાલ પરત કબ્જે કર્યો હતો.સમગ્ર બનાવમાં લબરમૂછિયા યુવાનો શ્રાવણ માસની જુગારમાં હારી જતાં ચોરી કરવા પ્રેરાયા હોવાનું ખુલ્યું હતું.

પોલીસ દફતરેથી પ્રાપ્ત માહિતી મુજબ ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી મુન્દ્રા પોલીસ મથકે નોંધાયેલા ગુ ર ન 978/2021ના તહોમતદારો ને દબોચી લેવા વ્યાયામ કરતી સ્થાનિક પોલીસે ખાનગી રૂએ બાતમીદારો કામે લગાડ્યા હતા.અને તેમને મળેલા સુરાગને લઇ કોલ ડીટેલ ને આધારે તસ્કરોનું પગેરું દબાવી જયેશ રમેશભાઈ મહેશ્વરી (ઉ.વ.21 રહે જૂની રાવલવાડી ભુજ હાલે મહેશનગર-મુન્દ્રા)મયુર રામજી ગુર્જર (ઉ.વ.18 રહે ગુર્જરવાસ-મુન્દ્રા)રાજેશ ઉર્ફે રામ રામજી મહેશ્વરી (ઉ.વ.21 રહે ઉમિયા નગર-મુન્દ્રા)ની અટકાયત કરી હતી.

ત્યાર બાદ તેમની પ્રયુક્તિ પૂર્વક પૂછતાછ કરતાં ત્રણે આરોપીઓએ જુગારમાં હારી જતાં ચોરીને અંજામ આપ્યો હોવાની કેફિયત આપી ગુનો કબુલી લીધો હતો. મુન્દ્રા પોલીસે આરોપીઓ પાસેથી 2.84 લાખના ચોરાઉ માલ પૈકી 1,88,260નો મુદ્દમાલ પરત કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉપરોક્ત કામગીરીમાં પીઆઇ એમ આર બારોટ સાથે હે. કો. મહાવીરસિંહ જાડેજા,મહિપતસિંહ વાઘેલા,દર્શન રાવલ તથા સિધ્ધરાજસિંહ ગોહિલ સહિતનો સ્ટાફ જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...