ખુદ પોલીસ બની ફરિયાદી:ભુજપુરમાં ખાતે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત કરાઈ

મુન્દ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીજી વાર બનેલા બનાવથી રોષ

મુન્દ્રા તાલુકાના ભુજપુર મુકામે સતત બીજીવાર કોઈ અસામાજિક તત્વો એ ડો બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને નુકસાન પહોંચાડવાના ઉદેશ્ય સાથે તેમના નાકના ભાગને ખંડિત કરતાં મહેશ્વરી સમાજ સાથે તેમના બહોળા પ્રમાણમાં ફેલાયેલા ચાહક વર્ગમાં રોષ ની લાગણી ફેલાઈ છે.નિંદનીય ઘટના ને પગલે હરકતમાં આવેલી પોલીસે સરકાર તરફ થી ફરિયાદી બની વૈનસ્ય ઉભું કરવાનો પ્રયાસ કરનાર તત્વો ને દબોચી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગત શનિવાર ની રાત્રી દરમ્યાન કોઈ અજાણ્યા ઈસમોએ ભુજપુર સ્થિત જીએસ હાઈસ્કૂલ પાસે બુદ્ધવિહાર માં આવેલી ડો બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા ને ખંડિત કરવાનો પ્રયાસ કર્યો હતો.પ્રતિમા ના નાક ના ભાગે ભારેખમ પદાર્થ વડે પ્રહાર કર્યા બાદ સ્ટેચ્યુ ના નીચેના ભાગ ને ઘ્વસ્ત કરવામાં આવ્યો હોવાનું પ્રકાશ માં આવતાં ઈરાદા પૂર્વક સતત બીજી વાર ઘટના બન્યા ની વાત સમગ્ર પંથકમાં ફેલાતાં મહેશ્વરી સમાજમાં તેમજ તેમના બહોળા ચાહકવર્ગ માં રોષ નું મોજું ફરી વળ્યું હતું.

ઘટના સંદર્ભે ઉગ્ર પ્રતિક્રિયા આપતાં મુન્દ્રા મહેશ્વરી સમાજના પ્રમુખ કાનજી સોંધરા એ કોઈ વૈમનસ્ય ફેલાવાના હેતુ થી ઇરાદાપૂર્વક નિમ્નકક્ષા ની ગતિવિધી કરતુ હોવાની લાગણી દર્શાવી આરોપીઓને ત્વરાએ ઝડપી લેવાની માંગ કરી હતી.મુન્દ્રા થાણાં ના પોલીસ ઇન્સ્પેક્ટર હાર્દિક ત્રિવેદી એ સરકાર ના માધ્યમથી પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફોજદારી ફરિયાદ દર્જ કરી હોવા બાબત થી માહિતગાર કરતાં હાલ પ્રતિમા આસપાસ સીસીટીવી કેમેરા લગાવી દેવાયાનું જણાવી ટૂંક સમય માં અસામાજિક પ્રવૃત્તિ કરનાર ઈસમ ને દબોચી લેવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...