તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓનલાઇન છેતરપિંડી:મુન્દ્રાના બારોઇમાં વિમાનની ટિકિટ પેટે 4 હજાર પરત લેવા ગયેલા દક્ષિણ ભારતીય યુવાનને 68 હજારનો ધુંબો લાગ્યો

મુન્દ્રા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઓનલાઇન લેનદેન કરતાં પહેલા સાવધાન : તકસાધુઓ રાહ જોઈ બેઠા છે
  • ચીટરોએ ક્રેડિટ કાર્ડ મેળવી ખાતામાંથી સિફતપૂર્વક નાણાં સેરવી લીધા

મુન્દ્રાના પરા સમાન બારોઇ મુકામે વિમાની ટિકિટ પેટે ચાર હજારરનું રીફંડ લેવા ગયેલા દક્ષિણ ભારતીય યુવાનને 68 હજારનો ચૂનો લાગતા સ્થાનિક પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી.

પોલીસ દફતરેથી ભોગગ્રસ્ત યુવાન ઇલનગોવન વેણુગોપાલ ગૌડા(ઉ.વ.37 રહે બારોઇ રોડ મુન્દ્રા મૂળ તામીલનાડુ)ની ફરિયાદને ટાંકીને પ્રાપ્ત વિગત મુજબ તેણે 26/4 ના રોજ મેક માય ટ્રીપ એપ્લિકેશન પરથી 14197રૂ માં તા 23/5ની અમદાવાદથી મુંબઈની વિમાનની ટિકિટ બુક કરાવી હતી.પરંતુ કોરોનાને કારણે તે જઈ ન શકતા તેણે ફરી ઓછાભાવે રૂપિયા 10હજારમાં 1/8ની ટિકિટ બુક કરાવી હતી. અને ભાવફેરના 4,197રૂપિયા પરત લેવા ગુગલ પરથી મેક માય ટ્રીપનો હેલ્પ લાઈન નં 9883851986 મેળવ્યો હતો. અને તેની પર કોલ કરતા મોબાઈલ ધારકે પ્રયુક્તિ પૂર્વક તેને સહાયતા કરવાનું કહી કંપનીની એની ડેસ્ક એપ્લિકેશ ડાઉનલોડ કરવાનું કહું હતું.

ઇલનગોવને તે ડાઉનલોડ કર્યા બાદ તેના સૂચનોને અનુસરી પોતાના એક્સિસ બેંકના ક્રેડીટ કાર્ડ નંબર અને ઈમેલ આઈડી આપી દીધા હતા. તે આપતાની સાથે જ તેના ખાતામાંથી તબક્કાવાર 47,975, 40,400 અને 20 હજાર રૂપિયા મળી કુલ રૂપિયા 1,08,575જેટલી માતબર રકમ ઉપડી ગઇ હતી. બનાવને કારણે હતપ્રભ થયેલ ઇલનગોવન તાત્કાલિક ભુજ સ્થિત સાયબર સેલને શરણે જતા તેને તપાસ દરમ્યાન 40 40ની રકમ પરત મળી હતી. પરંતુ 68,17નો ધુંબો લાગતા તેણે મુન્દ્રા પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવી હતી. બનાવને પગલે મુન્દ્રા પોલીસ અજાણ્યા શખ્સો વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દર્જ કરી ઘટના સંબધિત તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણ જુદા જુદા ટ્રાન્જેક્શન ધર્મેન્દ્ર યાદવ (સાંગડ), રાની (ભુસા-યુપી), જ્ઞાનમતી (અમોરા-યુપી)ના નામે થયા છે. અને ત્રણે સૂચિત ખાતાઓનું સંચાલન રાહુલ નામનો યુવાન કરતો હોવાનું ખુલ્યું છે.

નારાણપર(રા)ના વેપારીના વિદેશ મોકલવાના નાણામાંથી 2 લાખ બેન્ક મેનેજરે પડાવી લીધા નારાણપર રાવરી ગામે રહેતા અને મશીનરી બનાવવાનો વ્યવસાય કરતા વેપારીએ વિદેશ રૂપિયા ટ્રાન્સફર કરાવવા બેન્કમાં જમા કરાવેલી રકમમાંથી બે લાખ બેન્ક મેનેજરે પોતાના ખાતામાં ટ્રાન્ડર કરીને રકમ પરત નહી આપતાં દોઢ વર્ષે આરોપી વિરૂધ છેતરપીંડી વિશ્વાસઘાતનો ગુનો નોંધાવાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ નારાણપર (રાવરી) ગામે રહેતા અને કરણ ઇન્જીનીયરીંગ નામે લોડર મશીન વેલ્ડીંગ કામ કામ કરતા અશ્વિનભાઇ હીરાલાલ પઢારીયાએ ભુજની બેન્કર્સ કોલોનીમાં રહેતા અને નારાણપર ગામે ઇન્ડસાઇન્ડ બેન્કના બ્રાન્ચ મેનેજર ઉદય લક્ષ્મીકાંત ભટ્ટ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીને વિદેશમાં ઓર્ડર રદ થયા બાદ નાણા મોકલવાના હોવાથી તેમણે ભુજની ઈન્ડસાઈન્ડ બેંકમાં ગયા હતા. અને બેંકમાંથી કશ્યપ એન્ટરપ્રાઈઝમાં 38 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવા જણાવાયું હતું. દરમ્યાન ફરિયાદીએ જમા કરાવેલા રૂપિયા પૈકી આરોપી ઉદય ભટ્ટ તેમાંથી રૂપિયા બે લાખ પોતાના ખાતામાં જમા લઇને રૂપિયાની જરૂર હોવાનું જણાવ્યું હતું. પરંતુ દોઢ વર્ષથી સુધીનો સમય વિતી ગયા બાદ પણ આરોપીએ રકમ પરત ન આપી છેપરપીંડી વિશ્વાસઘાત કરતા અંતે ફરિયાદીએ માનકુવા પોલીસ મથકે વિશ્વાસઘાત છેતરપિંડીનો ગુનો નોંધાવ્યો હતો. બનાવની નોંધ લઇ માનકુવા પોલીસે આગળની તપાસ હાથા ધરી છે.

અન્ય સમાચારો પણ છે...