તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:મુન્દ્રામાં વિધવાના ઘરમાંથી સબંધીએ 1 લાખની ચોરી કરી, શિક્ષિકાને સબંધી મહિલાએ ધુંબો લાગાવ્યો

મુન્દ્રા20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

મુન્દ્રા મધ્યે આધેડ વિધવા ગૃહિણીના ઘરે આવેલ સબંધી મહિલા 99250ના મુદ્દામાલની ઉઠાંતરી કરી ગઈ હોવાની ઘટના પોલીસ દફ્તરે નોંધાઈ છે. મુન્દ્રા પોલીસ મથકેથી નિવૃત શિક્ષિકા દમયંતીબેન અશ્વિનકુમાર બાવા(રાજગોર)(ઉ.વ 80 રહે કંદોઈ બજાર-મુન્દ્રા)ની ફરિયાદને ટાંકીને પ્રાપ્ત અહેવાલ મુજબ 1/2ના રોજ બપોરે 3.30ના અરસામાં તેમના ઘરે દૂરના સબંધી દિપ્તીબેન મહેશભાઈ ઠક્કર (રહે મૂળ અંજાર-હાલે જામનગર)તમે મારા માતા ગુજરી ગયા ત્યારે ખબર અંતર પૂછવા કેમ ના આવ્યા ના બહાને ઘરમાં પ્રવેશ કર્યો હતો.

ત્યારે એકલતાથી પીડાતા દમયંતીબેને તેમને રોકાઈ જવાનો આગ્રહ કરતા તે પાંચ દિવસ રોકાઈ ગયા હતા.અને તે દરમ્યાન તેમની નજર ચૂકવી 39000રૂની પારાની કંઠી 9243ની સોનાના બૂંટીયાની જોડી અને 51000રૂ રોકડની ઉઠાંતરી કરી 6/2ના રોજ મને પરત અંજાર જવાનું છે કહીને પલાયન થઇ ગયા હતા.જેની દમયંતીબેનને બે દિવસ બાદ ખબર પડતા તે ચોંકી ઉઠ્યા હતા.અને પોલીસ મથકે દોડી જતા મુન્દ્રા પોલીસે આજે દિપ્તીબેન વિરુદ્ધ ચોરીનો ગુનો દર્જ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો