તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:સમાઘોઘા ધોરીમાર્ગ પર ક્રેને કારને હડફેટે લેતાં રાજસ્થાની મહિલાનું મોત

મુન્દ્રા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

મુન્દ્રા-તાલુકાના સમાઘોઘા ધોરીમાર્ગ પર રાજસ્થાનથી કચ્છ ફરવા આવેલ પરીવારની કારને ક્રેન ચાલકે હડફેટે લેતા એક મહિલાનું મોત થયું હતું. અને ત્રણ જણ ઘવાયા હતા. પોલીસ દફતરેથી મૃતક મહિલાના પતિ અભયકુમાર શ્રીલાલકિશોરી સિંઘ (ઉ.વ.55 રહે આંબેડકર નગર,અલવર-રાજસ્થાન)ની ફરિયાદને ટાંકીને પ્રાપ્ત અહેવાલ મુજબ તેઓ પોતાની પત્ની સાળી અને ભાણેજ સાથે ગત 18/12ના રોજ કચ્છ ફરવા આવ્યા હતા.અને ભુજ બાદ માંડવી જઈ રવિવારે બપોરે ગાંધીનગર પરત ફરી રહ્યા હતા ત્યારે 2.30 વાગ્યાના સમયગાળા દરમ્યાન સમાઘોઘા સ્થિત જિંદાલ સો પાઇપના ગેટ નજીક ધોરીમાર્ગ પર તેમની કારને ક્રેન ચાલકે હડફેટે લેતા કારમાં બેઠેલા ફરિયાદીના પત્ની રોજી અભયકુમાર સિંઘ(ઉ.વ.54) ગંભીર રીતે ઘવાયા હતા. જયારે તેમને, સાળી અમિતા અને ભાણેજ પ્રખરને સામાન્ય ઇજજાઓ થવા પામી હતી. ઘટનાને પગલે ઇજજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ભુજ સ્થિત જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાતા સારવાર કારગત થાય તે પહેલા તબીબ આર જે રમણે રોજીબેનને મૃત જાહેર કર્યા હતા.ઘટનાને પગલે મુન્દ્રા પોલીસે ક્રેન ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો દર્જ કરી બનાવ સંબધિત તપાસ એએસઆઇ ચેતન પરમારને સોંપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો