તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:મુન્દ્રા કસ્ટડીયલ ડેથના આરોપીઓને મદદગાર બનનાર સામે પણ થશે કેસ

મુન્દ્રા23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સ્થાનિક પોલીસે મોબાઈલ નંબર જાહેર કરી માહિતી આપવા અપીલ કરી

મુન્દ્રા સાથે સમગ્ર જિલ્લામાં બહુચર્ચિત બનેલા કસ્ટડીયલ ડેથને પંદર દિવસનો લાંબો સમયગાળો વિ તી ગયો હોવા છતાં છ જવાબદાર આરોપીઓ પોલીસ પકડથી દૂર રહેતા જિલ્લા પોલીસે ફોન નંબર જારી કરી તેઓ દેખાય તો માહિતગાર કરવાની અપીલ પ્રજા સમક્ષ કરી છે.

પોલીસે જાહેર કરેલ અપીલમાં સમાઘોઘાની ઘરફોડ ચોરીના શકમંદ ગઢવી યુવાનનું કસ્ટડી માં ઢોર મારને કારણે મોત થતાં જવાબદાર અધિકારી તરીકે થાણા પીઆઇ જાયેંદ્રસિંહ પઢીયાર (ઉ.વ.40 રહે રામસીતાપૂર-ધ્રાંગધ્રા)અને આરોપીઓને મદદગારી કરનાર જીઆરડી જવાન વિરલ ઉર્ફે મારાજ જીતેન્દ્ર જોષી (રહે લુણી તા મુન્દ્રા)ની અટકાયત કરી હતી.જ્યારે ગુનો બન્યો ત્યારથી મુખ્ય ફરાર આરોપીઓ શક્તિસિંહ યોગેન્દ્રસિંહ ગોહિલ(રહે ચિત્રા ગણેશ નગર બેન્ક કોલોની ભાવનગર)અશોક લીલાધર કનાદ (મોટા સલાયા જોગીવાસ-માંડવી) જાયેંદ્રસિંહ અજીતસિંહ ઝાલા (રહે દેદાદરા-વઢવાણ)ગફુરજી પીરાજી ઠાકોર (રહે ઉટેવાલિયા-થરાદ)કપિલ અમરતભાઈ દેસાઈ (રહે ચાંદખેડા-અમદાવાદ)નામક પાંચ પોલીસકર્મીઓ અને પૂર્વ સરપંચ જયવીરસિંહ જાડેજા (રહે સમાઘોઘા)જો કોઈને પણ નજર આવે તો જિલ્લા પોલી કંટ્રોલરૂમના નંબર 02832-250960 /253593 મોબાઈલ 9979923450 પર માહિતગાર કરવા અપીલ કરી છે. ઉપરાંત તમામ આરોપીઓને આશરો આપનાર કે મદદ કરનાર વિરુદ્ધ કાયેદસરની કાર્યવાહી કરવાની તાકીદ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો