આરોપીને પાંજરે પૂર્યો:મુન્દ્રામાંથી 55 હજારના શરાબની 132 બોટલો સાથે એક બુટલેગર ઝડપાયો

મુન્દ્રા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એલસીબીએ બારોઇ રોડ પર મકાનમાં છાપો મારી મુદામાલ પકડ્યો

મુન્દ્રા ના બારોઇ રોડ સ્થિત સોસાયટી વિસ્તારમાંથી જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચ શાખા એ છાપો મારી વિદેશી શરાબની 132 નંગ બોટલ કિંમત રૂપિયા 55 હજાર સાથે બુટલેગર પકડીને પાંજરે પૂર્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી મુન્દ્રા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી એલસીબી ની ટુકડીને મળેલ ચોક્કસ બાતમીના આધારે બારોઇ રોડ સ્થિત પંચવટી સોસાયટીમાં રેડ કરી પોતાના મકાનમાં દારૂનો ધંધો કરતા બુટલેગર ગણપતસિંહ ફતેસંગ ઝાલા (મૂળ રહે ધનોરા-પાટણ)ને દેશી બનાવટની વિદેશી શરાબની વિવિધ બ્રાન્ડની 132 નંગ બોટલ (11 બોક્ષ ) કિંમત રૂપિયા 55 હજાર સાથે રંગે હાથ ઝડપી લઇ તેની પાસેથી 5 હજારની કિંમતનો એક મોબાઇલ મળીને કુલ 60,260નો મુદામાલ કબ્જે કરી આગળ ની કાર્યવાહી માટે મુન્દ્રા પોલીસ ને સુપ્રત કર્યો હતો. જયારે ઉપરોક્ત રેડ દરમ્યાન આરોપી નો સાથી બુટલેગર શૈલેન્દ્રસિંહ ઉર્ફે શૈલો રાણુભા જાડેજા (રહે-ભોરારા-તા મુન્દ્રા) સ્થળ પર હાજર ન મળી આવતાં તેને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

વોંધ ગામે પણ ખેડેલા ખેતરમાં દાટેલો શરાબનો જથ્થો મળી આવ્યો
​​​​​​​ભચાઉ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ પોલીસને બાતમી મળી હતી કે વોંધથી વોંધડા ગામ તરફ જતા કાચા રસ્તા પર રેલ્વે ફટક આગળ આવેલા એક ખેડેલા ખેતરમાં વોંધમાં રહેતો આરોપી બબા મોતીભાઈ કોલી નામના ઇસમેં શરાબનો જથ્થો છુપાવ્યો છે. જે બાતમી આધારે પોલીસે દરોડો પડતા તે ખેતરમાં જમીનમાં દાટેલો રૂ. 27,000ના કિમતનો 72 બોટલ શરાબનો જથ્થો મળી આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...