તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:કચ્છના ખેડૂતોના હક્ક માટે પત્રીના 71 વર્ષીય વૃદ્ધે સરકાર સામે બાંયો ચડાવી

મુન્દ્રા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સત્યાગ્રહની ચીમકી ઉચ્ચારતાં મહેસુલ મંત્રી સાથે મુલાકાતની ખાતરી અપાઇ

એક તરફ પ્રજાકીય પ્રશ્નોની ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં સ્થાનિક નેતાગીરી નબળી પડી રહી છે ત્યારે કચ્છના ખેડૂતોના હક્ક માટે એક 71 વર્ષીય વૃદ્ધે તંત્ર સમક્ષ રજૂઆત કરી ઘટતું કરવાની માંગ સાથે અહિંસક સત્યાગ્રહની ચીમકી ઉચ્ચારતાં તેના નક્કર પડઘા પડ્યા છે.

સંપૂર્ણ ઘટનાક્રમ મુજબ પત્રીના વયોવૃદ્ધ ડુંગરશીભાઈ ધરોડે તાજેતરમાં જીલ્લા સમાહર્તા સમક્ષ સમગ્ર કચ્છના મૂળ ખેડૂતો અંગે લેખિત રજૂઆત કરી હતી.જેમાં સ્થાનિકેના જે ભૂમિપુત્રોના હક્કો વિના કારણે જતા રહા છે.તે અંગે મુખ્યમંત્રી સમક્ષ પણ રજૂઆત કરાયા છતાં ત્યાંથી કોઈ હકારાત્મક પ્રતિસાદ મળ્યો ન હોવાનું ટાંકી પોતાના 11 સમર્થક સત્યાગ્રહીઓને સાથે રાખી ડોક્ટર અને બે વોલિયેન્ટરની ટીમ સાથે કલેક્ટર કચેરી સામે ગાંધી ચીંધ્યો માર્ગ અપનાવી અહિંસક ઉપવાસ પર ઉતરવાની પરવાનગી માંગી હતી.

જેથી તેમની લાગણી ગાંધીનગર સુધી પહોંચે પરંતુ તે અંગે સંમતિ ન મળતા ડુંગરશીભાઈએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે હાલ કચેરી તરફથી આગામી 5 એપ્રિલ સુધી વિધાનસભા સત્ર ચાલુ હોવાથી તે પૂર્ણ થયે તેમની મહેસુલ પ્રધાન સાથે રજૂઆતલક્ષી એપોઇન્ટમેન્ટ ગોઠવી આપવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે.જો ત્યાર બાદ પણ પ્રશાસન તરફથી સહકાર ન મળે તો તેઓ કચ્છીઓના હિતમાં અહિંસક લડત લડવા તૈયાર હોવાનું મક્કમપણે જણાવ્યું હતું .

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો