તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:મુન્દ્રા તાલુકામાં 5626 એકર જમીન માટે 70 ટકા ભૂગર્ભજળની બચત

મુન્દ્રા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જલ હૈ તો કલ હૈ અભિયાન અંતર્ગત
  • આગામી વર્ષમાં 100 એકર અને 60 ખેડૂતોને ટપક સિંચાઈ પદ્ધતિથી ખેતી કરવા મદદ અપાશે

મુન્દ્રા તાલુકામાં જલ હૈ તો કલ હૈ અભિયાન હેઠળ અદાણી ફાઉન્ડેશને હાથ ધરેલ ટપક સિંચાઇના કામો તાલુકાના કિસાનો માટે પરિણામલક્ષી સાબિત થઇ રહ્યા છે. ઉપરોક્ત આયોજન અંતર્ગત પ્રથમ તબક્કામાં 61 ગામોના 606 અને બીજા તબક્કામાં 35 ગામોના 362 ખેડૂતોને મદદ કરી કુલ્લ 5626 એકર જમીન માટે 70 ટકા ભૂગર્ભજળની બચત કરવામાં આવી હતી. જો પાણી જાય એળે તો દુઃખ આવે આપ મેળે એવી પરિસ્થિતિ નિર્માણ ન પામે તે માટે અદાણી ફાઉન્ડેશને સમગ્ર તાલુકાના ગામોનો અભ્યાસ કરી કિસાનો ખેતી માટે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરે તે માટે મદદરૂપ તેમને મદદરૂપ થવાનું નક્કી કર્યું હતું.

જેમાં ગુજરાત સરકાર દ્વારા મળતી સબસીડી ઉપરાંત જમીન,પિયત નું સાધન,બેંક માં ખાતું હોય અને ફાઉન્ડેશનના નિયત નમુનામાં ફોર્મ ભરેલ હોય તેવા ખેડૂતોને વાર્ષિક લક્ષ્યાંક પ્રમાણે 40000 થી 81000 સુધીની રોકડ સહાય આપવામાં આવે છે. આગામી વર્ષમાં આ યોજના હેઠળ 100 એકર જમીન માટે 60 કિસાનોને સૂચિત મદદ કરવાનો નિર્ણય કરાયો છે.જેથી તાલુકાના અમુક ગામો 100 ટકા સિંચાઈ પદ્ધતિ અપનાવતું ગામ બનવાની તૈયારીમાં છે.

ઉપરોક્ત કામગીરી અંગે અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન પ્રીતિબેન અદાણીએ શુભેચ્છા પાઠવતા આગામી સમયમાં વધુ કિસાનો સુધી પહોંચવાનો નીર્ધાર વ્યક્ત કર્યો હતો. APSEZના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિતભાઈ શાહે જો ખેડુતો કાળજી રાખીને ટપક પદ્ધતિનો વપરાશ કરે તો જમીન,પાણી,સમય અને વધારાના ખર્ચમાં ખુબ ફાયદો થવા બાબત પર ભાર મુક્યો હતો. આ લાંબાગાળાની કામગીરીને પાર પાડવા ફાઉન્ડેશનના ડાયરેક્ટર વી એસ ગઢવી યુનિટના સીઆરસી હેડ પંક્તિબેન શાહ તથા સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...