તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વેક્સિન અપડેટ:મુન્દ્રામાં પ્રથમ તબક્કે 40 હજાર વ્યક્તિઓને કોરોનાનું રસીકરણ થવાની સંભાવના

મુન્દ્રા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આરોગ્ય ખાતા દ્વારા નગર અને ગ્રામ્ય વિસ્તારોમાં હાથ ધરાયેલું સરવે ટૂંક સમયમાં પૂર્ણ થવાના આરે

દેશમાં કોરોના મહામારી સામે રક્ષણ આપતી વેક્સિનનું નવા વર્ષના પ્રારંભે આગમન થવાના અહેવાલો લોકો માટે આશ્વાસન રૂપ બન્યા છે .ત્યારે ઉદ્યોગોથી ઉભરાતા મુન્દ્રા તાલુકા મધ્યે આરોગ્ય ખાતા દ્વારા હાથ ધરાયેલ ડોર ટુ ડોર સર્વેમાં પ્રથમ તબક્કે અંદાજીત 40000 વ્યક્તિઓ રસ્સીકરણ માટે નામાંકિત થયા હોવાનું સપાટીએ તરી આવ્યું છે.

હાલ સ્થાનિક પ્રશાસન એકાંતરે બેઠકો યોજી વેક્સિન ઉપલબ્ધ થતાંજ તેને પ્રવાહિત કરવાની રૂપરેખા ઘડી કાઢવા કમર કસી રહ્યું છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ સંભવિત નવા વર્ષના પ્રથમ માસના અંત સુધી વેક્સિનનો ક્વોટા હાથવગો થયા બાદ નગર તેમજ ગ્રામ્ય વિસ્તારો સ્થિત સામુહિક આરોગ્ય કેન્દ્રોને રસ્સીકરણ માટેની પ્રાથમિકતા આપવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.અને શરૂઆત કોરોના વોરિયર્સ હેલ્થ કર્મચારીઓ સિનીયર સિટીઝન તથા 50 વર્ષથી નીચેના પરંતુ રોગગ્રસ્ત વ્યક્તિઓથી કરાશે.

50થી નીચેની ઉંમરની 1500 વ્યક્તિઓમાં કેન્સર, થાઇરોઇડ, મધુપ્રમેહ સહિતના ગંભીર રોગો જણાયા
જયારે સમગ્ર તાલુકામાં 50 થી નીચેની ઉમર ધરાવતી 1500 વ્યક્તિઓ કેન્સર,થાઇરોઇડ મધુપ્રમેહ કે તેનાથી પણ વધુ ગંભીર બીમારીથી પીડાતી હોવાના ચોંકાવનારા અહેવાલ નોંધણી પરથી નજર સમક્ષ તરી આવ્યા હતા.તેમને પણ સુરક્ષાના ભાગ રૂપે પ્રથમ વેક્સિન આપવાનો નિર્ણય લેવાયો છે.વિશેષમાં હજી સર્વે પૂર્ણ થવાને જૂજ દિવસો બાકી છે.ત્યારે ઉપરોક્ત આંકડામાં વધારો થવાનું નિશ્ચિત છે.

સરવે દરમિયાન આજ પર્યંત તાલુકામાં 50 વર્ષથી ઉપરના 22440 લોકોની નોંધણી થઇ
પ્રથમ તબક્કે વેક્સિન લેવા પાત્ર વ્યક્તિઓ પર નજર કરીયેં તો આજ પર્યંત 50 વર્ષથી ઉપરના 22440 વ્યક્તિઓની નોંધણી થઇ ચુકી છે.જયારે અન્યોમાં 800 હેલ્થ કર્મચારી અને 600 કોરોના વોરિયર્સનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો