તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:મુન્દ્રામાં ગંજીપાના રમતા 4 ખેલી 16,200ના મુદામાલ સાથે ઝબ્બે

મુન્દ્રા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

મુન્દ્રાના શક્તિનગર વિસ્તારમાંથી સ્થાનિક પોલીસે ચાર ખેલીઓને 16,200ના મુદામાલ સાથે ગંજીપાનાનો જુગાર રમતા આબાદ ઝડપી લીધા હતા.

સોમવારે બપોરે મુન્દ્રા પોલીસે શક્તિનગર સ્થિત શુભમ પેટ્રોલિયમ પાછળ આવેલી બાવળની જાળીઓમાંથી ગંજીપાનાનો જુગાર રમતા જીતા શુક્રા ઓરાઓન (ઉ.વ.36 રહે શક્તિનગર નાના કપાયા મૂળ રાંચી)વિજયકુમાર ઉર્ફે મનીષકુમાર અનીલકુમાર મંડલ(ઉ.વ.31 રહે શક્તિનગર નાના કપાયા મૂળ બિહાર)સંજય શ્રીરામ બાસુ (ઉ.વ.36 રહે ફર્ન હોટલની બાજુમાં મુન્દ્રા મૂળ પશ્ચિમ બંગાળ)કમલેશ લોટન પરામનીક (ઉ.વ.36 રહે બંસીધર હોટલ પાછળ મુન્દ્રા મૂળ ઝારખંડ)ને 4200ની રોકડ અને 12000ના ત્રણ મોબાઈલ મળી કુલ્લ 16200ના મુદામાલ સાથે દબોચી લીધા હતા.

આડેસરમાંથી 5 જુગારી 10 હજાર સાથે ઝડપાયા
આડેસરમાં મેંડાના વાસમાં રહેતા રામા વરજાંગ પરમારના રહેણાક આગળના ખુલ્લા પ્લોટમાં અમુક ઇસમો જુગાર રમી રહ્યા છે આ બાતમીના આધારે ત્યાં દરોડો પાડી જુગાર રમી રહેલા કાંતિ પબા પરમાર, વિશા અજા પરમાર, નાનજી બાબુ પરમાર અને પ્રેમા દેવજી કોઠેચાને રૂ. 10,750 સાથે પકડી લઇ તેમના વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો