તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:કસ્ટોડિયલ ડેથના 3 આરોપી દસ દિવસના રિમાન્ડ પર

મુન્દ્રા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જમીન પ્રકરણ, હવાલા કૌભાંડની તપાસ કરાશે

મુન્દ્રાના લોકઅપમાં પોલીસના ઢોર મારને કારણે મોતને ભેટેલા બે ગઢવી યુવાનના કસ્ટોડિયલ ડેથ મામલે ઘટના સમયેથી ફરાર ડી સ્ટાફમાં ફરજ બજાવતા ત્રણ પોલીસકર્મી શક્તિસિંહ ગોહિલ, જયદેવસિંહ ઝાલા અને અશોક કનાદને જિલ્લા પોલીસે ભાવનગર ખાતેથી દબોચી લઇ 14 દિવસના રિમાન્ડની માંગ સાથે ગાંધીધામ સ્થિત જજીસ બંગ્લોઝ ખાતે રજુ કરતા ન્યાયાધીશે ત્રણે મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ ગ્રાહ રાખ્યા હતા.

મુન્દ્રા સ્થિત અદાલતની ગતિવિધીઓ કોરોના કાળને કારણે સ્થગિત કરાતાં આરોપીઓને લઈને ન્યાયાધીશના નિવાસ્થાને પહોંચેલી પોલીસે ઘટનાના પ્રથમ દિનથી છેલ્લા 65 દિવસથી સુધી ફરાર ગુનેગાર પોલીસકર્મીઓની લાંબી પૂછતાછ માટે 14 દિવસની રિમાન્ડ માંગી હતી. હવે 10 દિવસના રીમાન્ડ મંજુર થયા બાદ પ્રથમ પોલીસ ગઢવી સમાજે હત્યા પાછળ જમીન પ્રકરણ કારણભૂત હોવાના કરેલા આક્ષેપ સંદર્ભેની છાનબીન કરશે.

ઉપરાંત તેમના પલાયન થયાના ગાળા દરમ્યાન હવાલા મારફતે થયેલી લાખો રૂપિયાની લેવાલી તથા મુન્દ્રાથી મુંબઈ, ગોવા, હૈદરાબાદ, દાદરા નગર હવેલી, સેલ્વાસા અને અંતે ભાવનગરના પ્રવાસ દરમ્યાન તેમને કોણે આસરો આપી મદદગારી કરી વિશેષમાં ભાગવા સમયે તેમણે કોના વાહનનો ઉપયોગ કર્યો વગેરે બાબતોની તલસ્પર્શી તપાસ કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો