તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:મુન્દ્રામાં વરસાદી પાણીના સંગ્રહ માટે 21 કુવાઓ અને બોરવેલ રિચાર્જ કરાયા

મુન્દ્રા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસા પહેલાં કુલ્લ 60 કુવા-બોરવેલનું ફરીવાર દોષારોપણ કરાશે

મુન્દ્રા તથા આસપાસના ગામોમાં પ્રિમોન્સુન કામગીરીના ભાગરૂપે વરસાદી પાણીના સંગ્રહ અર્થે 21 કુવાઓ અને બોરવેલ રિચાર્જ કરવાની કામગીરી પૂર્ણ કરાઈ હતી.ઉપરાંત ચોમાસાના આગમન પહેલાં તાલુકાના કુલ્લ 60 કુવાઓ અને બોરવેલનું ફરી દોષારોપણ કરવાનો નીર્ધાર વ્યક્ત કરાયો છે.

તાલુકામાં અદાણી ફાઉન્ડેશન દ્વારા કિસાનોના સહયોગથી હાથ ધરવામાં આવેલ પાણી પહેલા બાંધો પાડ તો નડશે નહીં દુષ્કાળ મિશન અંતર્ગત છેલ્લા વીસ દિવસથી સીરાચા, નવીનાળ,દેશલપર,ઝરપરા વગેરે ગ્રામ્ય વિસ્તારોમાં સરપંચો,સભ્યો અને કિશાન અગ્રણીઓના સહયોગથી 21 કુવાઓ અને બોરવેલની રિચાર્જ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.જયારે 11 નું કામકાજ પ્રગતિમાં છે.આ માટે કિશાનો ખુદ ઇજનેરનું તાંત્રિક માર્ગદર્શન મેળવી પાણીની આવ થી કુવા કે બોરવેલ સુધી કેનાલ ખોદી પાઇપ પડી ગયા બાદ તેનું પૂરાણ કરવા સુધીનો શ્રમ કરી રહ્યા છે.અને વરસાદના આગમન પહેલા કુલ્લ 60 કુવાઓ અને બોરવેલનું ફરી દોષારોપણ કરવાનો લક્ષ્યાંક નિશ્ચિત કર્યો છે.

ઉપરોક્ત ગતિવિધીને પ્રોત્સાહન આપતાં APSEZ ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિત શાહે પ્રોત્સાહન આપતાં ખેતી માટે પાતાળ જીવંત રાખવા વરસાદી પાણી સિવાય વધુ શ્રેષ્ઠ કોઈ વિકલ્પ ન હોવાની લાગણી દર્શાવી શુભેચ્છા પાઠવી હતી.સરપંચ નટુભા ચૌહાણ,જોરુભા ગઢવી,શામરાભાઈ ગઢવી અને અદાણી ફાઉન્ડેશનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...