તાજેતરમાં મુન્દ્રામાં દુધાળા પશુઓની રોગ પ્રતિકારક શક્તિ વધારવાના આશય સાથે હાથ ધરાયેલ 13 દિવસની રસ્સીકરણ ઝુંબેશ તાલુકાના 22 ગામોના 15701 ચોપગા પશુઓનું રસ્સીકરણ કરી સંપન્ન કરાઈ હતી.
અદાણી ફાઉન્ડેશન દ્વારા જિલ્લા પશુપાલન ખાતાના સહયોગથી પશુપાલન વ્યવસાય ને મજૂબૂત કરી ચોપગા પશુઓને આરોગ્ય નું સુરક્ષા કવચ પૂરું પાડવાના ઉદેશ્ય સાથે શરુ કરાયેલ અભિયાન અંતર્ગત નિષ્ણાંત ચિકિત્સકો દ્વારા ડોર ટુ ડોર જઈ દુધાળા પશુઓને ખરવા,મોવા તેમજ ઘેટાં બકરા ને ડીવમિંગ ની દવા અપાઈ હતી.ઉપરોક્ત અભિયાન સંપન્ન થતા યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા પશુપાલન અધિકારી ઠક્કરે જયારે સૌ મળી એકજ દિશા માં કામ કરે ત્યારે સમય શક્તિ અને નાણાં નો બચાવ થતો હોવાની લાગણી સાથે સૂચિત અભિયાન ને તેનું એક ઉદાહરણ ગણાવી તેના થકી પશુપાલકો ને 75 લાખનો ફાયદો થવાનો મત વ્યક્ત કર્યો હતો.
પશુ ચિકિત્સક આર ડી પટેલે અમારી પાસે મેન અને મની પાવરનો અભાવ હોવા છતાં કંપનીના સમન્વય થકી ભગીરથ કાર્ય પાર પડ્યાની લાગણી દર્શાવી હતી.અમેરિકામાં વસવાટ કરતા ભુજપુરના રમેશભાઈ દેઢિયા એ લોકોને પ્લાસ્ટિક નો નહિવત ઉપયોગ કરવા અનુરોધ કર્યા ઉપરાંત ગાયના પેટમાં પ્લાસ્ટિક ની થેલીઓ ન જાય તે માટે ભુજપર ગામને 5000 કાપડની થેલીઓ આપવાની જાહેરાત કરી હતી.આ ઝુંબેશમાં કચ્છ જિલ્લા પંચાયત સંચાલિત પશુ દવાખાનું,સરહદ ડેરી તથા કચ્છ કલ્પતરૂ પ્રોડ્યુસર કંપની,કચ્છ ફળઝાડ ઘાસચારા અને જંગલ વિકાસ ટ્રસ્ટ નું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું .
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.