ક્રાઇમ:મોટી ભુજપુરમાં 12,950નો વિદેશી શરાબનો જથ્થો પકડાયો આરોપી ફરાર

મુન્દ્રાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલ દિવાળીના તહેવારોની સીઝનમાં વિદેશી શરાબની ભરપૂર ડિમાન્ડ જોવા મળતી હોય છે ત્યારે સ્થાનિક પોલીસે મુન્દ્રા તાલુકાના ભુજપુર મુકામેથી 12,950ની કિંમતની વિદેશી શરાબની 37 બોટલો ઝડપી પાડી હતી પરંતુ દરોડા દરમિયાન બુટલેગર હાથ લાગ્યો ન હતો.

પ્રાપ્ત અહેવાલ મુજબ મોટી ભુજપર ખાતે બુટલેગર સુલતાન અજીજ કકલના ખાખરાવાસ સ્થિત નિવાસ્થાને પોલીસે બાતમીના આધારે છાપો માર્યો હતો. અને ઘરની સીડી નીચે સંતાડેલ 12,950ની કિંમતની વિદેશી શરાબની 37 બોટલો શોધી કાઢી જપ્ત કરી હતી. જ્યારે આરોપી સુલતાન ઘરે હાજર ન મળી આવતા તેની વિરુદ્ધ ગુનો દર્જ કરી તેને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...