તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કસ્ટમનો ઢાંકપીછોડો!:120 કન્ટેનરો સગેવગે થવાના હતા; મુન્દ્રા પોર્ટના લોલમલોલથી સરકારની તીજોરીને ફટકો

મુન્દ્રા, ગાંધીધામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

મુંદ્રા પોર્ટ પર સુગર ભરેલા 100 કન્ટૅનરને કસ્ટમના આધિકારીક સીલીંગ વગરજ બારોબાર એક્સપોર્ટ થઈ જવાની માહિતીથી હરકતમાં આવેલા કસ્ટમના એસઆઈઆઈબી વિભાગે તેમને રુકજાવોનો આદેશ આપ્યા બાદ હવે ખરેખર તેનો આંકડો 120 હોવાનું ખુલવા પામી રહ્યું છે. તો ઘટના અંગે પોતાનીજ વ્યવસ્થાઓની ચુક પણ કારણભુત હોવાનું સામે આવતા કસ્ટમ અને એસઆઈઆઈબી દ્વારા ઘટના પર ઢાંકપીછોડો કરવાનો પ્રયાસ કરતા હોય તેમ સામાન્ય ઘટનામાં ગણાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જ્યારે કે મુંદ્રા અને કંડલામાં ચાલતા લોલમલોલ વહિવટના કારણે સરકારની તીજોરી પર મોટૉ ફટકો દર મહિને પડતા હોવાનો અંદાજ છે.

દિલ્હી ની પાર્ટીએ ગલ્ફ સહિતના દેશો માટે મોકલેલા સુગરના કન્ટેનરમાંથી સંભવત વધુ આર્થિક લાભ ખાટવાના ઉદેશ્યથી સીલીંગ વ્યવસ્થાને પુરી ના કરીને પોર્ટમાં સીધી નિકાસ કરવા મોકલેલા 120 કન્ટૅનરોને રોકાવીને તપાસ ચલાવાઈ રહી છે. આંતરીક સુત્રોએ જણાવ્યું હતુ કે આ ઘટનાક્રમના પડઘા રુપે ફેક્ટરી સ્ટફીગની અપાયેલી છુટનો દુરપયોગ થયો હોવાથી તેનો પરવાનો રદ થઈ શકે છે તો પેનલ્ટી પણ લગાવવામાં આવી શકે છે. હાલ દરેકના નિવેદનો લેવાની પ્રક્રિયા ચાલુમાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો