નજીવી બાબતે હત્યા:કોજાચોરામાં બકરા ચરાવાના મુદે યુવાનની હત્યા

માંડવી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એક વર્ષ પૂર્વેના ઝઘડામાં ગામ મુકવું પડ્યું હતું, તેનું દુખ રાખી મોતને ઘાટ ઉતાર્યો
  • તીક્ષણ હથિયારથી માથા પર ત્રણ ઘા મારીને આરોપીએ મોતને અંજામ અપી પોતાનો બદલો લઇ નાસી છુટ્યો

માંડવી તાલુકાના કોજાચોરા ગામમાં એક વર્ષ પહેલા ઘેટાં બકરા ચરાવવા બાબતે બોલાચાલી થઇ હતી. આ ઘટનાએ ગંભીર રૂપ આપીને આરોપીએ મરણજનાર પર તિક્ષ્ણ હથિયારથી માથામાં ત્રણ ઘા મારીને કરણીણ હત્યા નિપજાવતાં ચકચાર મચી જવા પામી છે. માંડવી પોલીસ મથકમાં આરોપીના નામ જોગ ફરિયાદ હતભાગીના ભાઇએ કરી છે.

બનાવની વિગતો મુજબ આ કામના આરોપી રાજ મામદ રહેમતુલ્લા સુમરા રહે કોજાચોરા બે દિવસ પહેલા પોતાની મોટર સાયકલ લઇને મરણજનાર ઇસ્માઇલ ઉર્ફે હાજી ઉમર ચૌહાણ (ઉ.વ.30)ના બકરાં પર બાઇક ચડાવીને ધમકી આપી હતી કે, હુ તને મારી નાખીશ, આમ અવારનવાર ધમકી આપતો હતો. રવિવારે ઇસ્માઇલ બકરા ચરાવવા ગયો હતો. પરંતુ બકરા સાંજે વાળામાં આવી ગયા હતા પરંતુ ઇસ્માઇલ ઘરે પરત ફર્યો ન હતો. મોડી રાત સુધી ઇસ્માઇલની શોધ કર્યા બાદ પણ મળ્યો ન હતો.

સોમવારે ગામની સીમમાં વિજય સાગર ડેમની પાછળ બાવડની ઝાડીઓમાં મરણજનાર ઇસ્માઇલ ઇજા પામેલી હાલતમાં મળી આવ્યો હતો. તેને માથાના ભાગે તિક્ષ્ણ હથિયારના ત્રણ ઘા માર્યો હોઇ આજુબાજુમાં લોહીના ખાબોચીયા ભરેલા જોવા મળ્યા હતા. તે સમયે મરણજનારનો સ્વાસ ચાલુ હતો. સરકારી દવાખાનામાં લઇ અવાતાં હાજર પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. એક વર્ષ પહેલા થયેલી બોલાચાલી થકી આરોપીને ગામ મુકવું પડ્યું હતું. જેનું મનમાં લઇને આરોપીએ તકનો લાભ લઇ ઇસ્માઇલને મોતને ઘાટ ઉતારી નાસી ગયો હોવાની ફરિયાદ મૃતકના ભાઇ મામદ ઉમર ચૌહાણે લખાવી છે. આરોપી હત્યાને અંજામ આપ્યા બાદ ફરાર હોવાથી હાથ લાગ્યો નથી. તેવું ઘટનાની વિગત આપતા ડીવાયએસપી જે.એમ. પંચાલે જણાવ્યું હતું. માંડવી પોલીસે આરોપી વિરૂધ હત્યાની કલમ તળે ગુનો નોંધી ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

હત્યારાને પકડવા ખાસ ટીમની કરાઇ રચના
ઘેટા બકરા ચરાવવા થયેલી બોલાચાલી બાદ હત્યાને અંજામ આપી નાસી ગયેલા આરોપી રાજ મામદને પકડવા પોલીસ દ્વારા ખાસ ટીમની રચના કરવામાં આવી છે. પોલીસ ટીમ દ્વારા આરોપીને પકડાવા સઘન તપાસ ચાલુ હોવાનું માંડવી પીઆઇ આર.સી.ગોહિલે જણાવ્યું છે.