તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મન્ડે પોઝિટિવ:માર્ગ પહોળો કરવા માટે માલિકીની જમીનમાં કપાતની સ્વૈચ્છિક મંજૂરી

માંડવી18 દિવસ પહેલા
 • કૉપી લિંક
તસવીરમાં રોડ પહોળો કરવા કપાતમાં જનારા મકાનો દ્રશ્યમાન થાય છે. - Divya Bhaskar
તસવીરમાં રોડ પહોળો કરવા કપાતમાં જનારા મકાનો દ્રશ્યમાન થાય છે.
 • માંડવી તાલુકાના મસ્કામાં સરપંચ સહિત ગ્રામજનોનું ઉમદા કાર્ય
 • વર્ષો જૂના પ્રશ્ન માંડવી-મુન્દ્રા માર્ગ માટે ગ્રામજનો દ્વારા ભૂમિદાન

માંડવી-મુન્દ્રા માર્ગને પહોળો કરવા માટે મસ્કાવાસીઓએ પોતાની ખાનગી માલિકીની જમીન સ્વૈચ્છિક રીતે કપાતમાં આપી પ્રેરણાદાયી પહેલ કરી છે. વર્તમાન સમયે લોકો જમીન પચાવવાની લ્હાયમાં છે. દબાણ કરી ગેરકાયદેસર બાંધકામો ઊભા કરી રહ્યા છે ત્યારે માંડવી તાલુકાના મસ્કા ગામના સરપંચે હકારાત્મક અભિગમ સાથે ગ્રામજનોને સાથે રાખી સરાહનીય કાર્ય પાર પાડી અન્યોને પ્રેરિત કર્યા છે.

ગામના સાંકડા માર્ગને પહોળો બનાવવા ગ્રામજનોએ પોતાની માલિકીની જમીનમાં આવેલા ઘર, આંગણું વગેરે સ્વૈચ્છિક કપાતની મંજૂરી આપી અનોખી પહેલ કરી છે. માંડવી-મુન્દ્રા વાયા મસ્કા,ગુંદયાળી,ત્રગડીને જોડતો માર્ગ મંજુર થયા બાદ દસ મીટર પહોળો કરવાનું કામ હાથ ધરાયું છે ત્યારે ખુબ સાંકડા આ રોડનો વર્ષો જૂનો વિકટ પશ્ન ગ્રામવાસીઓએ સાથે મળીને હલ કર્યો છે.

અઠારથી વીશ ફુટનો રોડ બની જાય તે માટે સરપંચ કીર્તિ ગોર તેમજ ચંદ્રકાંત રામજી, નીતિન નારાણજી, કમલેશ કાનજી, એકાદસ મહાદેવ ટ્રસ્ટ, મૌલિક ચંદયા, કરશન માકાણી, સલીમ ખલીફા, પ્રફુલ ગોસ્વામી, ખીમજી રાબડિયા, મોરારજી પ્રધાન, તેજપાલ નરશી, સહિતનાઓએ સહકાર આપી મહત્વની ભૂમિકા ભજવી હતી. નાયબ કાર્યપાલક ઈજનેર સ્ટેટએ ગ્રામજનોની પહેલને બિરદાવી હતી.

અડચણથી કામ પૂર્ણ કરવાની અવધિ પૂર્ણ
માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના પ્રયાસોથી માડવી-મુન્દ્રા માર્ગને પહોળો કરવા માટેની મંજૂરી મળી હતી. જો કે, આ કામ શરૂ થયું ત્યારથી તેમાં અનેક અડચણો નડી હતી. આ રસ્તાનું કામ શરૂ તો થઇ ગયું પરંતુ વચ્ચે આવતા ગામોમાં અમુક લોકોની ખાનગી માલિકીની જમીનમાં અાવેલા મકાનો નડતરૂપ બન્યા હતા, જેના કારણે રોડ પહોળો કરવાનું કામ નિયત અવધિ દરમ્યાન પૂર્ણ થઇ શક્યું ન હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો