ફોટોફ્રેમ સ્વરૂપે મંદિરને અર્પિત:માંડવીના નાગનાથ મંદિરે આબેહૂબ શિવલિંગ કલાના કસબીએ કાગળ પર કંડાર્યું

માંડવીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

માંડવી શહેરના પૌરાણિક પ્રાચીન નાગનાથ મંદિરમાં સ્વંયભુ રૂદ્રાક્ષ આકારની શિવલીંગ 460 વર્ષથી બિરાજીત હોવાથી મોટી સંખ્યામાં શિવભક્તો અહીં દર્શનાર્થે આવતા હોય છે અને દરેકની મનોકામના પૂર્ણ થતી હોવાથી ભક્તોમાં પણ વિશેષ આસ્થા છે.ત્યારે કલાના કસબી અને પીંછીના કલાકાર એવા અનિલ જોશીએ મંદિરમાં અડધો કલાકમાં જ લાઈવ પેઇન્ટિંગ કરીને આબેહૂબ ચિત્ર કાગળ પર રજૂ કર્યું હતું.

આંગળીના ટેરવે બનાવેલ આ ચિત્ર ફોટોફ્રેમ સ્વરૂપે મંદિરને અર્પિત કરવામાં આવશે.આ અવસરે દર્શન ઓઝા,રમેશ ગઢવી,વિજય ગોસ્વામી,કૈલાશ સોની,પપુ ગઢવી,જયેશ ગઢવી સહિતના હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...