તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોંકાવનારી રજૂઆત:‘માંડવીમાં ચાલતા આગવી ઓળખના કામમાં નગર સેવકો ચંચૂપાત કરે છે’

માંડવીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઠેકેદારે આક્ષેપ સાથે ચીફ ઓફિસરને કરી ચોંકાવનારી રજૂઆત

માંડવીમાં 2.75 કરોડના ખર્ચે ચાલી રહેલા આગવી ઓળખના કામમાં ચૂંટાયેલા સદસ્યો મનમાની સાથે ચંચૂપાત કરી રહ્યા છે તેવા આક્ષેપ સાથે ઠેકેદારે ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત કરીને હાલે ચાલી રહેલાં કામ બંધ કરી દીધા છે.ઓન લાઇન ટેન્ડર પ્રક્રિયા સાથે અમદાવાદના શ્રીજી કન્સ્ટ્રક્શનને ‘આગવી ઓળખ’નું કામ વર્ષ 2020ના ડિસેમ્બર માસમાં સોંપાયું હતું. દરમિયાન કોરોનાની પ્રથમ અને બીજી લહેર આવતાં કામમાં વિલંબ થયો હતો અને અમુક ચોક્કસ સદસ્યોએ તા. 25/5ના યોજાયેલી સામાન્ય સભામાં ઠેકેદારને બ્લેક લિસ્ટ કરવા મનોકામના કરી હતી પણ તે પૂર્ણ થઇ શકી ન હતી.

ચાલુ કામે કેટલાક ચૂંટાયેલા સદસ્યો ચંચૂપાત કરીને નક્કી કરેલી ડિઝાઇન કરતાં અલગ રીતે કામ કરાવતા હોવાથી વાજ આવી ગયેલા ઠેકેદારે ચીફ ઓફિસરને મેઇલ પર ફરિયાદ કરીને છેલ્લા બે દિવસથી કામ બંધ કરી નાખ્યું છે. આ અંગે ચીફ ઓફિસર સંદીપ રાદિયાનો સંપર્ક સાધતાં ઠેકેદારની ફરિયાદ આવી હોવાની વાતને પુષ્ટિ આપી હતી તેની સાથે નિયત ડિઝાઇન મુજબ કામ કરવું પડશે તેમ કહેતાં ઉમેર્યું હતું કે, લે આઉટ મુજબ કામ થઇ રહ્યું છે તેમ ઠેકેદાર જણાવી રહ્યા છે. આમ ચૂંટાયેલા સભ્યો અને ઠેકેદાર વચ્ચે પેદા થયેલા સંઘર્ષના કારણે આગવી ઓળખના કામમાં અવરોધ પેદા થયો છે.

અન્ય સમાચારો પણ છે...