તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘવર્ષા:માંડવીમાં ફરી ધમાકેદાર એન્ટ્રી: તાલુકામાં બેથી ત્રણ ઇંચ વરસાદ

માંડવીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી - Divya Bhaskar
માંડવી
  • શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલી

કચ્છમાં સાૈથી વધારે વરસાદ જ્યાં પડી ગયો છે એવા માંડવીમાં ફરી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. તાલુકામાં બેથી ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. માંડવી શહેરમાં સાંજે ચાર વાગ્યાથી પાંચ વાગ્યા સુધીમાં એક કલાકની અંદર ત્રણ ઇંચ વરસાદ ખાબકી જતા શહેરમાં પાણી પાણીના દ્રશ્યો સર્જાયા હતાં. શહેરના લાકડા બજાર પાસે નગરપાલિકાની લોખંડની કચરા પેટી ફસાઈ થઇ હતી.

તો આઝાદચોક અને ભીડ વિસ્તારની દુકાનમાં પાણી ભરાયા હતાં. શહેરના ગોકુલવાસમાં પણ પાણી ભરાયા હતાં. બીજી બાજુ ટોપણસર તળાવમાં આવ આવતા જી ટી હાઇસ્કુલ પાસેના નાળામાં ગાય પડી જતા પાલિકા તંત્રની મદદથી બહાર કાઢવામાં આવી હતી. તો બિદડા, કોડાય, નાનીખખર, આસંબીયા, ગોધરા, લાયજા, મેરાઉં, સીરવા, પદમપુર, બાયઠ સહિત વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. આવી રીતે માંડવીનો કુલ વરસાદ 760 મીમી નોંધાયો હતો. તો બિદડા તથા આસપાસના ગામોમાં 4 વાગ્યા સુધીમાં વરસાદે ધમાકેદાર હાજરી પુરાવી હતી. બિદડા, ખાખર, ભાડિયા, પીપરી, ફરાદી જેવા વિસતારમાં 2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જ્યારે ગઢશીશા વિસ્તારમાં બુધવારે રાત્રે 11.30 વાગ્યે વરસાદ ખાબડ્યો હતો. રાત્રે અધડા ઇંચ પછી ગુરૂવારે સવારે ભારે ઉકળાટ બાદ બપોરે વરસાદની હાજરી નોંધાઇ હતી. બપોરે એકથી દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...