તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીવદયા પ્રેમીઓમાં રોષ:માંડવી ટોપણસર તળાવમાં પ્રાણવાયુના અભાવે હજારો માછલીના મોત નિપજ્યા

માંડવી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૃત માછલીની માથું ફાડી નાખે તેવી દુર્ગંધથી રાહદારીઓ બન્યા પરેશાન

માંડવીમાં જૈન સાધુ-સાધ્વીઓના ચાતુર્માસ પ્રવેશ ટાંકણે જ ટોપણસર તળાવમાં હજારો માછલીઓના મોત થતાં જીવદયા પ્રેમીઓમાં કચવાટની લાગણી ફેલાઇ છે તેની સાથે નગર સેવકો પાલિકામાં ઠેકેદારો સાથે વ્યસ્ત હોઇ નાના કામો પ્રત્યે દુર્લક્ષ સેવતા હોવાના આક્ષેપો પણ જાગૃત શહેરીજનોમાં ઉઠ્યા હતા.

છેલ્લા પાંચ દિવસથી તળાવમાં માછલીઓના ટપોટપ મોત થઇ રહ્યાં છે. ઓપન એર થિયેટર પાસે મૃત માછલીઓ પાણીમાં સડતી હોવાથી શ્વાન અને કાગડાઓ માટે મિજબાની બની છે. આ વિસ્તારમાંથી પસાર થતા રાહદારીઓ માથું ફાડી નાખે તેવી દુર્ગંધથી પરેશાન બને છે પણ નગર સેવકોના નાકે દુર્ગંધ નથી પહોંચતી કેમ કે, તેઓ ઠેકેદારો સાથે વ્યવસ્ત બની ગયા છે અને મૃત માછલીઓને ઉપાડવા જેવા નાના કામોમાં તેમને રસ નથી તેવા આક્ષેપો થઇ રહ્યા છે.

આ અંગે ચીફ ઓફિસર સાગર રાડિયાનો સંપર્ક સાધતાં તેમણે પાણીનું સ્તર અને તેમા ઓક્સિજન ઘટવાના કારણે માછલીઓ મોતને ભેટી હોવાની શક્યતા દર્શાવી હતી. નિષ્ણાતોનો મત લઇને આગળની કાર્યવાહી હાથ ધરાશે તેમ તેમણે ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...