ભાસ્કર એક્સક્લૂઝિવ:મહારાણા પ્રતાપની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા કચ્છના માંડવીમાં મૂકાશે; શીતળા મંદિર પાસે તળાવમાં 1 કરોડના ખર્ચે 61 ફૂટની પ્રતિમા આકાર લેશે

માંડવી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મહારાણા પ્રતાપની પ્રતિમા - Divya Bhaskar
મહારાણા પ્રતાપની પ્રતિમા
  • પ્રવાસનને વેગ આપવા માટે નગરપાલિકા દ્વારા લેવાયો નિર્ણય

કચ્છમાં પ્રવાસનનું હબ બની રહેલા માંડવીમા શીતળા મંદિર પાસેના રમણીય તળાવમાં વિશ્વની સૌથી ઊંચી 61 ફુટ ઉંચી મહારાણા પ્રતાપની વિશાળ પ્રતિમા 1 કરોડના અંદાજિત ખર્ચે મુકવા માટે પાલિકાની કારોબારી સમિતિમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.આબેહૂબ મહારાણા પ્રતાપ જેવી લાગતી કાંસ્ય પ્રતિમાને એફઆરપી મટીરીયલ્સમાંથી આકાર આપવામાં આવશે. રાજસ્થાનના ઉદયપુરમાં 57 ફૂટની પ્રતિમાનું નિર્માણ થઇ રહ્યું છે ત્યારે માંડવી નગરપાલિકા 61 ફૂટ ઊંચી પ્રતિમાને મૂકીને ઇતિહાસ રચશે.

આ તળાવમાં પ્રતિમા મૂકવામાં આવશે
આ તળાવમાં પ્રતિમા મૂકવામાં આવશે

તળાવની બાજુમાંથી સીધા બીચ તરફ જવામાટે 21 ફૂટ પહોળો રીંગરોડ બનાવવા માટે સુધરાઇ દ્વારા 65 લાખ રૂપિયા અગાઉથી ફાળવી દેવામાં આવ્યા છે. બીચ ખાતેના વિન્ડફાર્મની છેલ્લી પવન ચક્કીથી ધવલ નગર 3 અને સંસ્કાર નગરથી શીતળા મંદિર સામે રીંગરોડ નીકળશે જેમાં વચ્ચે ફોરેસ્ટ વિભાગની એક કિલો મીટરની જમીન આવતી હોવાથી તાંત્રિક મંજુરી માટે અટવાઈ પડીછે. જેની ટૂંક સમયમાં સૈદ્ધાંતિક મંજૂરી મળે તે માટે કેબિનેટ મંત્રી વન વિભાગના કિરીટસિંહ રાણા પાસે માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ ભારપૂર્વક રજૂઆત કરી છે.

તાજેતરમાં નગરપાલિકાની કારોબારીના આઠ સદસ્યોની સમિતિની બેઠક ચેરમેન જીજ્ઞાબેન હોદારના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવીહતી. જેમાં સેનિટેશન વિભાગના ચેરમેન જીજ્ઞેશ કષ્ટા દ્વારા પ્રવાસનને વેગ આપવા માટે મહારાણા પ્રતાપની પ્રતિમા શીતળા તળાવમાં મુકવાની માંગ દોહરાવતા બાંધકામ વિભાગના ચેરમેન વિશાલ ઠક્કરે પણ સમર્થન આપ્યું હતું. બેઠકના અંતે 61 ફુટ ઉંચી મહારાણા પ્રતાપની વિશાળ પ્રતિમા મૂકવા સર્વાનુમતે ઠરાવાયું હતું જેને સામાન્યસભામાં બહાલ કરાશે તેમ કારોબારી ચેરમેને જણાવ્યું હતું. પાલિકાના અધ્યક્ષા હેતલબેન સોનેજીએ વિકાસના કામોને વેગ આપવા તમામ નગરસેવકો પ્રયત્નશીલ બન્યા છે તેવો પ્રતિભાવ આપ્યો હતો.

મેવાડના રાજા અને કચ્છ રાજવી પરિવાર સાથે જૂનો વ્યહારિક સબંધ
મહારાણા પ્રતાપના 21મી પેઢીના વારસદાર રાજવી અરવિંદસિંહ મેવાડ કચ્છના ફતેસિંહજી વિજયરાજસિંહ જાડેજાના પુત્રી રાજકુંવરી વિજયબા સાથે લગ્નગ્રંથિથી જોડાયા હોવાથી મેવાડના રાજા અને કચ્છ રાજવી પરિવાર સાથે જૂનો વ્યહારિક સબંધ હોવાનું પ્રતાપસિંહ હનુવંતસિંહે જણાવ્યું હતું

વિરાટ પ્રતિમા શહેરની શોભા બની રહેશે
રાષ્ટ્રના સ્વાભિમાન સન્માન માટે સિસોદિયા વંશના મહારાણા પ્રતાપ વિશેની શૌર્યગાથા લખવા જઈએ તો પેનની શાહી ખૂટી પડે. યોદ્ધાની 61ફૂટની પ્રતિમા માંડવીનું નઝરાણું બની રહેશે તેમ હિન્દુ યુવા સંગઠનના આંતરરાષ્ટ્રીય પ્રમુખ રઘુવીરસિંહ જાડેજાએ કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...