તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:માંડવી, મુન્દ્રામાં નગરપાલિકા 17 કરોડના વિકાસકામો કરશે

માંડવી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માંડવીને 14.23, મુન્દ્રા માટે 2.82 કરોડની ગ્રાન્ટ મળી

બંદરીય શહેર મુન્દ્રા અને માંડવીમાં માળખાકીય સુવિધાઅો વિકસાવવા માટે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા 17.05 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં અાવી છે. માંડવી-મુન્દ્રાના વિસ્તારની આંતર માળખાકીય સુવિધા માટે નગરમાં ઝડપી વિકાસ કામો હાથ ધરવા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, કેન્દ્ર સરકાર પુરસ્કૃત નાણાપંચની યોજનામાં સમાવિષ્ટ કામો કરવા 17.05 કરોડની ગ્રાન્ટ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા ફાળવાઇ છે.

2009-10 માટે માંડવી વિધાનસભા બેઠક માટે ફાળવાયેલી ગ્રાન્ટ લેપ્સ ગઇ હતી. જે અંતર્ગત વણવપરાયેલી ગ્રાન્ટ પુન: પરત મેળવવા માંડવી-મુન્દ્રાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાઅે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખ ભંડેરી પાસે રજૂઆત કરતાં 24 ઓગસ્ટના માંડવી અને મુન્દ્રા શહેર માટે રૂ.17.05 કરોડની ગ્રાન્ટ ફાળવાઇ છે. જે મુજબ નિયત સમયમાં પ્લાનિંગ એસ્ટીમેન્ટ તૈયાર કરવાના રહેશે.

માંડવી-મુન્દ્રાના નગરજનો માટે પાલિકાના માધ્યમથી કરોડો રૂપિયાની ગ્રાન્ટની સુવિધાના વિકાસશીલ કામો માટે પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરો સાથે ધારાસભ્ય દ્વારા સમીક્ષા બેઠક ટૂંક સમયમાં યોજવામાં આવશે અને નિયત સમયમાં કામો હાથ ધરવામાં આવશે, જેનું મોનિટરિંગ ખુદ ધારાસભ્ય દ્વારા કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે નવી બનેલી મુન્દ્રા-બારોઇ પાલિકા માટે પણ 2.82 કરોડની ગ્રાન્ટ ફાળવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...