તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુઃખદ:નગરસેવક તરીકે ચૂંટાયા બાદ નવ માસમાં રાજીનામું આપનારા હિન્દુ-મુસ્લીમ કોમી એકતાના મસીહાએ આંખો મીચી લીધી !

માંડવી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચ્છ આખામાં મુસ્લીમ સમુદાયે પોતાના કામ ધંધા બંધ રાખી શોક વ્યક્ત કર્યો
  • થોડા દિવસ પુર્વે જ કોરોનાની વેક્સિન લેવા માટે સો. મિડીયાના માધ્યમથી અપીલ કરી હતી

હિન્દુ-મુસ્લિમ કોમી એકતાના પ્રતિક અને સાચા રહેબર કચ્છના લોકોએ ગુમાવ્યો છે. મુફ્તી અે કચ્છ હાજી અહેમદશા બાવાઅે માંડવી પાલિકામાં 1957ની સાલમાં ચુંટાઇને નગરસેવક બની આમ લોકોની સેવા ભાવના વ્યક્ત કરી હતી. પરંતુ જુઠાણા રાજકારણથી દુર થઇને નવ માસમાં પોતાના રાજીનામું આપીને કચ્છમાં ધાર્મિક અંધકારને રોશન કરવાનો માર્ગ અપનાવીને કોમી એકતાના ફરીશ્તા મુફતી-એ-આઝમ કચ્છ હઝરત પીર સૈયદ અલ્હાજ અહેમદશા બાવા સાહેબ 97 વર્ષની ઉમરે પોતાની આંખ મીચી દેતા તેમની વસીયત મુજબ તેમની અંતિમક્રિયા કરવામાં આવી હતી. તો થોડા દિવસ પુર્વે જ કોરોનાની વેક્સિન લેવા માટે સોશિયલ મિડીયાના માધ્યમથી અપીલ કરી હતી.

રમઝાનના પવિત્ર માસના અંતિમ જુમ્મા નમાઝમાં અહમદશા બાવા સાહેબની તંદુરસ્તી માટે કચ્છ આખામાં નમાઝ બાદ બે રફાત નફિલ નમાઝ પઢીને તેમના માટે ખાસ દુઆ કરવામાં આવી હતી અને રાત્રિના એક વાગ્યાની અરસામાં પોતે ફાની દુનિયા છોડીને હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધાના સમાચાર વાયુ વેગે પ્રસરી જતા કચ્છ આખાના મુસ્લીમ બિરાદરો પોતાના ધંધા રોજગાર બંધ રાખીને શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો.

કચ્છી સુફી સંત પોતાની ઇચ્છી મુજબ તેમની હયાતીમાં જ વસીયત મુજબ સલાયા ખાતેના મખદુમી દરગાહ પાસે સૈયદશા અહમદ હાજી મિયા સાહેબ બુખારી મકબરો વફક છે તે પવિત્ર જગ્યાએ જમણી બાજુમાં સૈયદના હાજીયાણીમાં ઇઝઝત બીબીમાં હાજી મિયા સાહેબ બુખારી 2003ની સાલમાં વફાત થયા હતા. ડાબી બાજુમાં તેમના મરહુમાં સૈયદ શકીનાબીબી હાજી અહમદશા જે 2014 ની સાલમાં વફાત થયા હતા. બન્નેની વચ્ચે આજે સવારે મુફતી-એ-આઝમ કચ્છને ધાર્મિક ક્રિયા મુજબ દફન વિધિ સંપન્ન કરવામાં આવી હતી.

પ્રથમ મુફતી-એ-કચ્છે મહારાષ્ટ્ર અને ધોરાજીમાં ઇસ્લામનો અભ્યાસ કર્યો હતો
ધોરણ સાત પાસ અહમદશા બાવા સાહેબ ઉર્દુ, પારસી, અરબી, સિંધી ભાષાના અભ્યાસુ ચિંતક હતા. આલીમ ફાઝીલ સનદ મેળવ્યા બાદ પાછળથી અનેક વિધ અભ્યાસ હાસિલ કર્યા બાદ મુફતીનો દરજ્જો મેળવી શકનારા બાવા સાહેબ કચ્છના પ્રથમ મુફતી માટે મહારાષ્ટ્રના ભીવંડી ખાતે અને બાદમાં ગુજરાતના ધોરાજી ખાતે અભ્યાસક્રમ પુર્ણ કર્યો હતો અને તેમને મુફતી-એ-કચ્છ એટલે ઇસ્લામ ધર્મ માટે ફતવો બહાર પાડવાની સતા પ્રાપ્ત કરી હતી.

હિન્દુ-મુસ્લીમની કોમી એકતાના સંત ગુમાવ્યા : સુરેશ મહેતા
માંડવીના વતની પૂર્વ મુખ્યમંત્રી સુરેશભાઇ મહેતાએ જણાવ્યું હતું કે, મુફતી-એ-આઝમ કચ્છ સૈયદ અલ્હાજશા બાવા સાહેબ ધાર્મિક કટ્ટરવાદનો સ્વભાવ ધરાવતા ન હતા. એટલે જ કચ્છની કોમી એકતાની મિશાલ કચ્છનો દાખલો ટાંકવામાં આવતો હતો. સંત જતા મુસ્લી સમાજે સાચા ઇસ્લામીક ધર્મ ગુરૂ ગુમાવ્યાનો અફસોસ વ્યક્ત કર્યો હતો.

કહ્યું હતું હોસ્પિટલ માનવ સેવા માટે વધુ ઉપયોગી
સલાયા ખાતે મુફ્તિ સાહેબની પ્રેરણાથી હાજી હસન હોસ્પિટલના તા. 17-6-1994ના લોકાર્પણ પ્રસંગે અહમદશા સાહેબે કહ્યું હતું મસ્જિદમાં માત્ર મુસ્લિમ બંદગી કરી શકે જ્યારે હોસ્પિટલમાં તમામ જ્ઞાતિ સારવાર લઇ શકે. તેથી મસ્જિદ કરતા હોસ્પિટલ વધુ માનવસેવા માટે ઉપયોગી થશે તેવું કહેવાની વાત હોસ્પિટલના ટ્રસ્ટી હાજી આમદ જુણેજાએ કહી હતી.

સલાયાની દરગાહ ખાતે રવિવારના તકરીર કરી હતી
સલાયા ખાતે દોઢ દાયકા સુધી દર રવિવારે મખદુમી દરગાહ ખાતે મોહમ્મદ પયગંબર વિશેની તકરીર કરીને ધર્મ સંદેશ પ્રત્યે જાગૃતા દર્શાવી હતી. તેમની પ્રેરણાથી સલાયા ખાતે હાજી હશન હોસ્પિટલ લોકો માટે ખુલ્લી મુકવામાં આવી હતી.

અનેક પુસ્તકો લખી મુસ્લિમ સમાજને રાહ દેખાડી
મુફતી સાહેબના હસ્તે બે લિખિત પુસ્તક તથા આઠ ઉર્દુની ભાષામાંથી ગુજરાતી ટ્રાન્સલેટ કરી પુસ્તક લખાયા હતા. તેમના હસ્તે ‘ઇમામ-એ-આઝમ અબુ હનિફ’ અને અન્યો બે પુસ્તક લખયા હતા. તે ઉપરાંત ઉર્દુ ભાષાના પુસ્તકમાંથી ગુજરાતી અનુવાદ ‘શિરતે મુસ્તફા’ અને જન્નત એ ઝવેર જેવા આઠ પુસ્તકોનો અનુવાદ તેમણે કર્યા હતા.

સલાયાની દરગાહ ખાતે રવિવારના તકરીર કરી હતી
સલાયા ખાતે દોઢ દાયકા સુધી દર રવિવારે મખદુમી દરગાહ ખાતે મોહમ્મદ પયગંબર વિશેની તકરીર કરીને ધર્મ સંદેશ પ્રત્યે જાગૃતા દર્શાવી હતી. તેમની પ્રેરણાથી સલાયા ખાતે હાજી હશન હોસ્પિટલ લોકો માટે ખુલ્લી મુકવામાં આવી હતી.

1. માંડવી ખાતે પ્રમુખ સ્વામીની જીટી ગ્રાઉન્ડ ખાતે ધર્મસભાનુ આયોજન કરવામાં અાવ્યું હતું. તે પ્રસંગે મુફ્તી-એ-કચ્છ પોતાનો પ્રવચન આપી કોમી એકતાની મિશાલ પુરી પાડીને પ્રમુખ સ્વામીને શાલ ઓઢાડીને વિશેષ સન્માન કર્યું હતું. 2. સલાયાની મખદુમી દરગાહ ખાતે વફક મકબરા ખાતે તેમની દફનવિધિ કરવામાં આવી જેમાં જમણે જન્મ આપનારા માતા અને ડાબે જિંદગી આખી સહજીવીની બની મહમાની વચ્ચે આજે ધાર્મિક વિધિ મુજબ દફન કરાયા હતા. 3. અબડાસાના વિંઝાણ ગામના વતની અહમદશા બાવા સાહેબની બાળપણની તસ્વીરમાં ધર્મ પ્રત્યેનો પોષાક જ ખરી હકીકત જણાવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...