તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મઠનો ભવ્ય બંગલો જર્જરીત:માંડવીમાં રજવાડી ઠાઠમાઠથી નિર્માણ પામેલો મઠનો ભવ્ય બંગલો હવે ગમે ત્યારે ધબાય નમ: થવાની ભીતિ

માંડવી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અહીંથી પસાર ન થવું તેવી ચેતવણી આપતું બોર્ડ મુકાયું
  • બંગલો જર્જરિત બનતાં 150 વર્ષનો ઇતિહાસ વિલાઇ જશે

માંડવીના અાઝાદ ચોકમાં અાવેલા જ્ઞાનગિરિજી નિર્મલગિરિજી મઠમાં 150 વર્ષ પહેલા રજવાડી ઠાઠમાઠથી બંગલાનું નિર્માણ કરાયું હતું, જે સમયની થપાટથી જર્જરીત બનતાં ગમે ત્યારે ધબાય નમ: થશે અને ભવ્ય બંગલાનો ઇતિહાસ નાશ પામશે. બંદરીય શહેરની જાહોજલાલી હતી તે અરસામાં ડોક્યું કરીઅે તો સંત સ્વભાવના બાવાજી સુખલાલગિરિ રણછોડગિરિના મનમાં બંગલો બનાવવાની ઇચ્છા જાગતાં સંવત 1929ના તેમના સમયમાં ભવ્ય બંગલાનું નિર્માણ કરાયું હતું, જેમાં દિવાલ પર અદ્દભુત ચિત્રકામ કરવામાં અાવ્યું છે.

લાકડાની છત પર પ્રભાવશાળી પરીઅોના ચિત્રો સમય જતાં લુપ્ત થયા છે. ચુનાથી બંગલાનું નિર્માણ કરાયું છે, જેમાં ગોસ્વામી સમાજની મિટિંગ, સ્વાધ્યાય પરિવારનો સત્સંગ સહિતના કાર્યક્રમો યોજાતા રહ્યા છે. રજવાડી ઠાઠમાઠ સાથે તૈયાર કરાયેલો અને ભવ્ય ભૂતકાળ ધરાવતો અા બંગલો 2001ના ભયાવહ ભૂકંપમાં જર્જરીત બન્યો છે.

અને સમય જતાં વરસાદ અને ભૂકંપના મારથી હાલે વધુ જર્જરીત હાલતમાં છે અને ગમે ત્યારે ધબાય નમ:થઇ શકે છે. હાલમાં અા બંગલા પાસેથી પસાર થવું નહીં તેવી ચેતવણીનું બોર્ડ મુકાતાં વહીવટકર્તા બસંતગિરિ ગુરુ નયનગિરિઅે જણાવ્યું હતું કે, બંગલો જર્જરીત થતાં કોઇ જાનહાનિ થાય તે પહેલા કાટમાળ ઉતારી લેવાશે.

અન્ય સમાચારો પણ છે...