શોક:માંડવીના સોની અગ્રણીનું અવસાન, જ્વેલરી માર્કેટે દોઢ દિવસ શોક પાળ્યો

માંડવી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માંડવી બુલિયન મર્ચન્ટ એસોસિએશનમાં બે ટર્મ પ્રમુખ પદે રહેલા દિનેશકુમાર લક્ષ્મીદાસ ધકાણ (ઉં.વ.66)નો નિધન થતા શહેરના તમામ સોના ચાંદીના વેપારીઓ પોતાના કામ ધંધા બંદ રાખી સદગતની અંતિમ યાત્રામાં બહોળી સંખ્યામાં જોડાયા હતા. આંબા બજારમાં સોની દિનેશકુમાર લક્ષ્મીદાસ નામની સોના ચાંદીનો શો રૂમ ધરાવતા દિનેશકુમાર 2012 અને 2016ની સાલમાં વ્યાપારી કારીગર પર એક્સાઇઝ ડયુટીનો અમલ કરતાં તે સમયે પ્રમુખની આગેવાની હેઠળ લડત ચલાવી હતી અને 43 દિવસ સજજડ બંધ રાખીને વિરોધ કરાયો હતો. કચ્છી પરજીયા પટ્ટણી સોની સમાજના બે ટર્મ પ્રમુખ પદે રહી ચૂક્યા હતા તથા સમાજ સુધારક અને શિક્ષણ બાબતે તેમણે વિશેષ યોગદાન આપ્યો હતો. જ્યોતેશ્વર મહાદેવ મંદિર, ડોણ તથા ધ્રબુડી ટ્રસ્ટમાં લાંબા સમયથી ટ્રસ્ટી તરીકે સેવા આપી હતી. સ્વભાવે શાંત અને મિલનસાર સદગતના માનમાં વેપારીઓ દ્વારા દોઢ દિવસ પોતાના કામ ધંધા બંધ રાખી શોક વ્યક્ત કરવામાં આવશે.