તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંડવીને નવા વર્ષની ભેટ:ફિટનેસ સેન્ટર યુવા વર્ગને ચૂસ્ત-તંદુરસ્ત રાખશે

માંડવી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નગરપાલિકા દ્વારા નિર્મિત સેન્ટરનો પીપીપીના ધોરણે આરંભ થશે

માંડવીનો યુવા વર્ગ ચૂસ્ત-તંદુરસ્ત રહે તે માટે પાલિકા દ્વારા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના ધોરણે નિર્મિત ફિટનેસ સેન્ટરનો નવા વર્ષથી આરંભ થશે. જાન્યુઆરી માસમાં ખુલા મુકાનારા આ કેન્દ્રમાં રાહતદરે જોડાઇ શકાશે જ્યારે સેનામાં જવા ઇચ્છુકો પાસે મામૂલી ચાર્જ લેવામાં આવશે.

શહેરમાં ચાલતા જીમમાં 800થી 1 હજાર જેટલી માસિક ફી લેવાતી હોવાથી યુવા વર્ગને તેમાં અડધી રાહત મળે તેવા આશય સાથે એક્સટ્રીમ કરાટે ફિટનેસ ટ્રસ્ટ દ્વારા પીપીપીના ધોરણે બનાવાયેલા સેન્ટર વિશે વિગતો આપતાં સંસ્થાના પ્રમુખ વિવેક રામદેવપુત્રમે કહ્યું હતું કે, ફિટનેસમાં જોડાવા ઇચ્છુકો પાસેથી 400 રૂપિયા જેટલી ફી લેવામાં આવશે. 20 લાખના આધુનિક સાથેના આ જીમમાં અનુભવી ટ્રેનર જીતેશ ડુડિયા તાલીમ આપશે. તેમના 27 જેટલા તાલીમાર્થીએ બ્લેક બેલ્ટ ધારણ કરીને રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય સ્તરે મેડલ મેળવ્યા છે.

ભારતીય સેનામાં જવા ઇચ્છ તા યુવા-યુવતીઓ પાસે 200 રૂપિયા જેટલો ચાર્જ લેવાશે તેમ તેમણે ઉમેર્યું હતું. ઉલ્લેખનીય છે કે, પાલિકાની અંતિમ સામાન્યસભામાં આ જીમ શરૂ કરવા માટે સર્વાનુમતે ઠરાવ કરાયો હતો અને ફાયર સ્ટેશનની ઉપર તેના નિર્માણનો યુધ્ધના ધોરણે આરંભ કરાયો હતો.

માંડવી-મુન્દ્રાની 5 શાળામા એનસીસી-નેવીની તાલીમ અપાશે
માંડવી અને મુન્દ્રાની પાંચ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એનસીસી અને નેવીની તાલીમ આપવા માટે મંજૂરીની મહોર મરાઇ છે. અંદાજે 400 જેટલા છાત્રો આ ટ્રનિ઼ગમાં જોડાશે. ફિટનેસ સેન્ટરના ટ્રેનર તેમને પણ તાલીમબધ્ધ કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો