તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:માંડવી નવાપુરાના મકાનમાં આગ લાગતા એક કલાક બાદ કાબૂમાં આવી

માંડવી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
આજુબાજુના રહેવાસીઓનો આગ લાગવાના કારણે ભયભીત થયા હતા. - Divya Bhaskar
આજુબાજુના રહેવાસીઓનો આગ લાગવાના કારણે ભયભીત થયા હતા.

માંડવી નવાપુરા રહેણાંક વિસ્તારમાં અનસુયાબેન જૈનના મકાનમાં રવિવારની સાંજે શોટ સર્કિટના કારણોથી અચાનક આગ લાગવાથી વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા પાલિકાનો અગ્નિશામક દળ આવી જતા એક કલાકની જહેમત બાદ આગ કાબુમાં લેવાઈ હતી. પ્રથમ ઉપરના માળે આગ લાગી હોવાથી નીચેના ભોય તળિયાના ભાગેથી તમામ ઘરની સામગ્રી બહાર લઇ જવામાં આવતા તમામ ઘરવખરીનો બચાવ થયો હતો જ્યારે ઉપરના માળે આગના કારણે ઘરવખરીનો સામાન ભસ્મીભૂત થવા પામ્યો હતો.

નગરસેવક સહિતના અન્યોએ હાથવગી સામગ્રીથી આગ બૂઝાવવા પ્રયત્નો કર્યા
નગરસેવક સહિતના અન્યોએ હાથવગી સામગ્રીથી આગ બૂઝાવવા પ્રયત્નો કર્યા

આજુબાજુના રહેવાસીઓનો આગ લાગવાના કારણે ભયભીત થયા હતા. આ ઘટનામાં નગરસેવક નરેન સોની, પારસ સંઘવી, હેમાંગ કાનાણી, વિજય ગોસ્વામી સહિતના અન્ય લોકોએ પોતાની હાથ લાગ્યા સામગ્રી દ્વારા આગ ઉપર કાબૂ મેળવવા જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો