તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકાર્પણ:માંડવી શહેરનો સીમાંકન વધતા 24 કરોડના ખર્ચે નવી પાણીની લાઈન આકાર પામશે

માંડવી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના પુત્ર કુલદીપસિંહજાડેજાના હસ્તે નગરપાલિકાના વિવિધ વોર્ડમાં નવ જેટલા કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ. - Divya Bhaskar
ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના પુત્ર કુલદીપસિંહજાડેજાના હસ્તે નગરપાલિકાના વિવિધ વોર્ડમાં નવ જેટલા કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ.
 • 6.32 કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા

માંડવી શહેરમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના પુત્ર કુલદીપસિંહ જાડેજાના હસ્તે નગરપાલિકાના વિવિધ વોર્ડમાં નવ જેટલા કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યોનો રૂ.6.32 કરોડના ખર્ચે પ્રારંભ કરાયો છે. શહેરના સીમાંકન હદમાં વધારો થતા ભૌગોલીક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ભવિષ્યમાં નગરજનોને પાણીની સમસ્યા ન થાય તે માટે પાણીની લાઇન માટે તથા ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન ગાંધીનગર ખાતે શહેરમાં વર્ષો જૂની પાણીની લાઈનની આવરદા પૂર્ણ થતી હોવાથી પાણીની સમસ્યા 30 વર્ષ સુધી ન સર્જાય તે માટે રૂ.24 કરોડની ફાળવણી કરવામાં આવશે.

રુક્માવતી પુલ પર મહારાવ વિજયરાજજી અને શહીદ માણશી ગઢવીની પ્રતિમા નવા રંગરૂપ સાથે આકાર પામે છે તથા શીતલા તળાવ ડેવલપમેન્ટ, સીસી રોડ સહિતના નવ કામોને શ્રીફળ વધારીને શરૂઆત કરાઈ હતી. આ પ્રસંગે પાલિકા પ્રમુખ મેહુલભાઈ શાહ, ઉપાધ્યક્ષા ગીતાબેન ગોર, કા.ચેરમેન દિનેશ હિરાણી, શહેર ભાજપ પ્રમુખ દેવાંગભાઈ દવે, મહામંત્રી રાજેશ કાનાણી, પરેશ ખારવા, વિનોદ થાનકી સહિતના નગરસેવકો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ટોપણસર તળાવ પાસેના ગૌરવ પંથ અને બગીચા 2.70 કરોડના ખર્ચે નવા બનશે
માંડવી શહેરની ઓળખ સમાન ટોપણસર તળાવના કિનારે ગૌરવ પંથ રોડ અને બગીચા, લાઇટિંગ, તળાવ ડેવલપમેન્ટ કરવા માટે આગવી ઓળખ અન્યવે નવા રૂપ આપવા માટે 2.70 કરોડના ખર્ચે નિર્માણ થશે. જેનો ખાતમુહૂર્ત રવિવારે નગરજનોની હાજરીમાં પાલિકા દ્વારા કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો