કોરોના કાળ:માંડવીના નગરસેવકે સમય બદલતાં બકાલુ વેચવાનું શરૂ કર્યું

માંડવીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મુશ્કેલીમાં પણ રસ્તો કરી જવો, એનું નામ જિંદગી
  • મોબાઇલનો ધંધો મંદ પડતાં વ્યવસાય બદલ્યો

ગમે તેવી પરિસ્થિતિમાં હિંમત હાર્યા વગર રસ્તો કરી જવો, એનું નામ જિંદગી ઉક્તિને સાર્થક કરતા માંડવીના નગર સેવકે કોરોના મહામારી વચ્ચે મોબાઇલનો ધંધો મંદ પડતાં શાકભાજી વેચવાનું શરૂ કરી નાખ્યું છે.

પરિવર્તન એ સંસારનો નિયમ છે, કોરોના બાદ લોકડાઉનનો અમલ થતાં કેટલાય લોકોની જીવનશૈલીમાં બદલાવ આવ્યો છે. લોકડાઉનની વેપાર-ધંધા પર ભારે અસર પડી છે. શહેરના નગર સેવક ઘાંચી અલીમામદ રમજાન લોકડાઉન પહેલા મોબાઈલ શોપમાં એસેસરીઝ એન્ડ રીપેરિગ કરી પોતાના પુત્ર સાથે વ્યવસાય કરતા હતા, જેમાં મંદી આવતાં આ ધંધામાં બદલાવ કરવો જરૂરી હોઇ કોઇપણ જાતની શરમ વિના શાકભાજી વેચવાનું શરૂ કર્યું છે.

સુધરાઈની ગત વર્ષે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના બેનરમાંથી 297 મતોથી વોર્ડ નંબર 6માંથી વિજયી બનેલા અલીમામદ રમજાન ઘાંચી મોબાઇલ લે-વેચના વ્યવસાયમાં મંદી આવતાં દુકાન ની બહાર રેંકડી રાખી શાકભાજી વેંચતા થયા છે. નગર સેવક ઘાંચીએ જણાવ્યું હતું કે, બાપ-દાદા દુકાન વગર આજ ધંધો કરતા હતા અને ઈમાનદારીના વ્યવસાયમાં શરમ ન રાખવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...