તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકાર તંત્ર:માંડવીની સરકારી હોસ્પિટલમાં મહિનાથી ઓક્સિજન પ્લાન્ટની સામગ્રી ધૂળ ખાય છે

માંડવી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રીજી લહેરની કે સારા મુહૂર્તની રાહ જોવાતી હોય તેવો તાલ સર્જાયો

તાલુકામાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટે માંડવીની સરકારી હોસ્પિટલમાં મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરવા સામગ્રી મોકલાઇ છે જે એક માસથી પરિસરમાં ધૂળ ખાતી જોવા મળે છે.સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવા પીએમ કાર્યાલયની સીધી દેખરેખ હેઠળ કામગીરી હાથ ધરાઇ રહી છે જેમાં માંડવીની હોસ્પિટલ બાકાત હોય તેમ પાઇપ લાઇન જેવી સામાન્ય બાબતને કારણે સામગ્રી પડી રહી છે પરિણામે પ્લાન્ટ કાર્યરત થઇ નથી શકતો.

સૂત્રોના કહેવા મુજબ એક કરોડના ખર્ચે શરૂ થનારો પ્લાન્ટ તાલુકાભરના કોવિડ દર્દી માટે જીવાદોરી સમાન સાબિત થાય તેમ છે પણ જાણે મહમારી ફેલાય અથવા તો સારા મુહૂર્તની રાહ જોવાતી હોય તેમ પ્લાન્ટનું કામ આગળ ધપતું નથી. છેલ્લા એકાદ માસથી ધૂળ ખાતી સામગ્રી નકામી બની જાય તે પહેલાં યોગ્ય પગલાં ભરાય તેવી માગ પૂર્વ નગર પ્રમુખ રસિક દોશીએ કરી હતી.

600 છાત્રોના RTPCR ટેસ્ટ કરાયા
તાલુકા આરોગ્ય કચેરી દ્વારા માધ્યમિક શાળાઓમાં 600 જેટલા વિદ્યાર્થીઓના નમૂના લઇને આરટીપીસીઆર પરીક્ષણ કરાયું હતું. તમામ છાત્રોના રિપોર્ટ નેગેટિવ આવતાં શાળા સંચાલકોની સાથે વાલીઓ અને આરોગ્ય વિભાગે હાશકારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...