કાર્યવાહી:માંડવી પાલિકાના સત્તાધિશોની ચેમ્બર્સનો કબજો લઇ લેવાયો

માંડવીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પ્રમુખ અને કા. ચેરમેનની કાર પણ લઇ લેવાઇ

માંડવી નગરપાલિકાની વર્તમાન ચૂંટાયેલી બોડીની 11 ડિસેમ્બરના ટર્મ પૂરી થવાથી ચૂંટાયેલા પદાધિકારીઓને નિયમ મુજબ મળતી ચેમ્બર્સ તથા કારનો કબજો લઈ લેવામાં આવ્યો છે. હવે પદાધિકારીઓને પોતાની કારનો ઉપયોગ કરવો પડશે. 2015ની હાલમાં યોજાયેલી ચૂંટણીમાં પાલિકામાં ભાજપના 23 અને કોંગ્રેસના 13 સહિત 36 નગર સેવકો પાંચ વર્ષ માટે ચૂંટાયા હતા.

જેમાં ભાજપ શાસિત નગરપાલિકાની પાંચ વર્ષની શાસન ટર્મ પૂર્ણ થતા વહીવટદાર તરીકે સંદીપસિંહ ઝાલા મુકાયા છે. નિયમ મુજબ નગરપાલિકા પ્રમુખ અને કારોબારી ચેરમેનને ચેમ્બર્સ મળતી હોય છે. હોદ્દાની રૂએ નેમ પ્લેટ લગાવતા હોવાથી બંને ચેમ્બર્સમાંથી નેમ પ્લેટ ઉતારી લેવામાં આવી છે. નગરપાલિકાની ફોર વ્હીલર પરનો કબજો મેળવી લેવાયો છે. જે કારનો વર્તમાનમાં માંડવી, મુન્દ્રા, બારોઇ પાલિકાના કામો કરવા માટે ચીફ ઓફિસર ઉપયોગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...