તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માછીમારીની સિઝનમાં હાલાકી:માંડવી પોર્ટની મુખ્ય જેટી પર હોડી ઘુસી જાય તેટલો મોટો ભુવો પડ્યો!

માંડવી15 દિવસ પહેલા
  • કૉપી લિંક

બંદરિય શહેર માંડવી વિકાસના પંથ પર આગળ વધી રહ્યું હોવાના દાવા કરવામાં આવે છે બીજી તરફ અહીંનું બંદર આજે પણ અવિકસિત હોય તેમ મુખ્ય જેટી પર મસમોટો ભુવો પડી જતા સ્થાનિકે માછીમારોમાં ભારે દેકારો મચી ગયો છે.

એક સમયે જહાજની અવરજવરથી ધમધમતા માંડવી બંદરની હાલત દિન પ્રતિદિન ભયજનક અને દયનિય બની રહી છે,તેવામાં સ્થાનિક જહાજ માટેની એકમાત્ર જેટી પર ભુવો પડ્યો છે આ ભુવો નાનો સરખો નહિ પણ આખી માછીમારની બોટ ઘુસી જાય તેવો ભુવો પડ્યો છે જેને લઈને માછીમારો પણ ચિંતામાં મુકાઈ ગયા હતા.ઉપરાંત અવિકસિત બંદરમાં લાંબા સમયથી ડ્રેજિંગ ન થવાથી વહાણવટી વિભાગને ડ્રાફ્ટ મળતો નથી જેથી આજે પણ જહાજમાં ક્ષતિ સર્જાય તો સ્થાનિકની બદલે મુન્દ્રાના જુના બંદરે રીપેરીંગ કરવા લઈ જવાની ફરજ પડે છે. આ બાબતે પોર્ટ ઓફિસર આર.સી.પટેલે જણાવ્યું કે,આ ભુવો વહેલી તકે રીપેર કરવામાં આવશે આ માટે એસ્ટીમેન્ટ તૈયાર કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે દરિયામાં માછીમારોને જવા આવવા જેટી ઉપયોગી સાબીત થતી હોય છે જેમાં ભંગાણથી મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી છે.

...તો માંડવીમાં નવા જહાજ પણ નહીં બને !
કચ્છી એકતા મત્સ્યોદ્યોગ વેલ્ફેર એસોસિએશનના પ્રમુખ ઈલિયાસ થૈમેં જણાવ્યું કે,માંડવી પોર્ટ પર આ ભુવાના કારણે કોઈ અકસ્માત થાય એ પૂર્વે સમારકામ શરૂ કરવામાં આવે તે જરૂરી છે ઉપરાંત વધુમાં કહ્યું કે,રૂકમાવતી નદી અને સમુદ્રમાં શહેરના ગંદા પાણી છોડવામાં આવે છે અને જહાજ બનવાના સ્થળોએ આ ગંદા પાણીથી ઉતપન્ન થતા જીવાત જહાજના પાટિયામાં ઘુસી જતા હોવાથી પાકા લાકડાને નુકશાન થાય છે આ નુકશાન સહન થઈ શકે તેમ નથી જેથી ટૂંક સમયમાં આ સ્થળે નવા જહાજ બનશે નહિ તેવી પરિસ્થિતિ સર્જાય તો નવાઈ નહિ જેથી સમુદ્રમાં ઠલવાતા ગંદા પાણીને રોકવા માંગ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...