હુકમ:ખારવા સમાજના બંધારણમાં છેડછાડ કરનાર તકસીરવાન

માંડવી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માંડવીના કેસમાં ભુજની સેશન્સ કોર્ટે કર્યો હુકમ

માંડવી ખારવા સમાજના ટ્રસ્ટ બંધારણમાં કલમ નંબર ત્રણની પેટા કલમ છમાં ત્રણ વર્ષની બદલે પાંચ વર્ષ લખી છેડછાડ કરવામાં આવી હતી. જો કે,આ બાબતે ભુજની કોર્ટમાં કેસ ચાલી જતા છેડછાડ કરનારા તે સમયના પ્રમુખને કોર્ટ દ્વારા તકસીરવાન ઠેરવીને દંડ સહિતનો હુકમ કરવામાં આવ્યો છે.

માંડવી ખારવા સમાજન ટ્રસ્ટનો સામાજિક અંદરો અંદર ચાલતો વિવાદ અંતે અદાલતના દ્વારે પહોંચ્યો હતો. પ્રકરણની વિગત મુજબ ખારવા સમાજના તત્કાલીન પ્રમુખ શિવજીભાઇ ફોફડીએ અંગત લાભ માટે ટ્રસ્ટનાં બંધારણમાં ત્રણ વર્ષના બદલે પાંચ વર્ષ મંજૂરી મેળવ્યા વિના સુધારો કરતા આ મુદ્દે સમાજના પૂર્વ પ્રમુખ પુરુષોત્તમભાઈ જેઠવાએ ભુજ કોર્ટમાં કેસ ચાર્જ કર્યો હતો. જેમાં ગુનો સાબિત થતો હોવાનું સામે આવ્યું હતું. જે અંગે આરોપી દ્વારા સેશન્સ કોર્ટમાં અપીલ કરાઈ હતી.

સેશન્સ કોર્ટના જજ એચ. એસ. મૂલિયાની કોર્ટમાં બન્ને પક્ષની રજૂઆતમાં થયેલ કાનૂની લડત બાદ આરોપીને છેડછાડ કરવા અંગે તકસીરવાન ઠેરવતો હુકમ કરવામાં આવ્યો છે. ફરિયાદીના એડવોકેટ તરીકે મનોજ હરીલાલ ખત્રી, જગદીશભાઇ આર.મહેતા, આર.એસ ગઢવી, વિનિત ચૌધરી હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...