તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શક્યતા:માંડવી બંદર પર એક નંબરનું સિગ્નલ ,દરિયા કિનારેના ગામોમાં સ્થળાંતરની વિચારણા

માંડવી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકાના પાંચ ગામોના લોકોને ખસેડવા માટે એક્શન પ્લાન તૈયાર રાખવા સુચના

તાૈકતે વાવાઝોડાની કચ્છના દરિયા કિનારે ત્રાટકી શકે તેની અાગાહીના પગલે માંડવીમાં પણ તંત્રઅે તૈયારીઅો શરૂ કરી દીધી છે. માંડવી બંદર પર હાલ એક નંબરનું સિગ્નલ લાગી ગયુ છે. તો તાલુકાના પાંચ ગામ દરિયા કિનારે અાવતા હોવાથી સ્થળાંતર સહિતના અાયોજન અંગે પ્લાન બનાવવામાં અાવ્યો છે. તો અા અંગે માંડવી મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી દ્વારા બેઠક બોલાવી જરૂરી સુચનાઅો અાપી હતી.

પ્રાંત અધિકારી કે.જી.ચાૈધરીઅે બેઠકમાં ખાસ અાગાહી પ્રમાણેની ગંભીરતા જોઇ તમામ વિભાગોને જરૂરી સુચના અાપી હતી. તાલુકાના ત્રગડી, સલાયા, મોઢવા, પાંચોટીયા, બાંભડાઇ ગામો દરિયા કિનારે અાવતા હોવાથી તેમના લોકોને સુરક્ષિત જગ્યાઅે સ્થળાંતર કરવા અંગે વિચારણા કરવામાં અાવી હતી.

વાવાઝોડાની અગમચેતીના ભાગરૂપે સરકારી કર્મચારીઅો હેડક્વાર્ટર ન છોડવા સુચના અાપી દેવામાં અાવી છે. તો અેનડીઅારઅેફની ટીમો પણ જરૂર પડશે તો બોલાવામાં અાવશે. મામલતદાર જે.કે. રાવલ, ટીડીઅો વી.બી. ગોહિલ તથા પોલીસ અને અારોગ્ય સહિતના અધિકારીઅો હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...