જળ સમાધી:વાવાઝોડાના લીધે સલાયાના જહાજની ઓમાનમાં જળ સમાધી; મોજા ઉછળતા મસ્કતની જેટી સાથે જહાજ અથડાયું

માંડવી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાણી ઘુસતાં ડુબ્યું : 8 ક્રૂમેમ્બર સહી સલામત

કચ્છના અખાતમાંથી ઉદભવેલા શાહીન વાવાઝોડાએ ઓમાનમાં કહેર મચાવવાનું શરૂ કરી દીધું છે. વાવાઝોડાની અસરની ઝપેટમાં ઓમાન પાસે માંડવી સલાયાનુ યુસુફી જહાજ આવી જતા જહાજે જળસમાધી લીધી હતી. જોકે જહાજમાં સવાર આઠ કૃમેમ્બરોનો આબાદ બચાવ થયો હતો.

રવિવારના બપોરે ભારતીય સમય મુજબ ઓમાન મસ્કત ખાતેની જેટી પાસે વેઇટિંગમાં ઉભેલા માંડવીના સલાયાના આ જહાજ વાવાઝોડાની અસર થઇ હતી. ઉછળતા મોજામા જહાજ જેટીમાં ભટકાતા પાટીયા તૂટી પડ્યા હતા. જહાજમાં પાણી પ્રવેશ કરતા જેટી ઉપર જળસમાધિ લીધી હતી. માંડવી સલાયાના હુસેન અલી રૂમીની માલિકીનું જહાજ યુસુફી એમએનવી 579મા આઠ ક્રુમેમ્બરો સલામત હોવાનું બહાર આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...