સુવિધા:માંડવી સબ ડિસ્ટ્રિકટ હોસ્પિ.માં RTPCR લેબ ટેસ્ટ શરૂ થશે

માંડવી11 દિવસ પહેલા
  • કૉપી લિંક

માંડવી સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલમાં હવેથી કોરોનાના RTPCR લેબ ટેસ્ટ કરવામાં આવશે.જેથી સ્થાનિકોને હવે ઝડપથી કોરોનાના પરીક્ષણ રિપોર્ટ મળી શકશે.

અગાઉ માંડવી પંથકમાં આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવતા સેમ્પલ આર.ટી.પી.સી.આર તપાસણી માટે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં મોકલવામાં આવતા હતા. જેથી ઘણો વિલંબ થતો હતો. દરમ્યાન અહીંની સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલમાં લેબના સાધનો આવી જતા નવી લેબ કાર્યરત કરવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. અહીં લેબમાં કરાર આધારિત પેથોલોજીસ્ટ,માઈક્રો બાયોલોજીસ્ટ, લેબોરેટરી ટેકનીશીયન, લેબોરેટરી આસિસ્ટન્ટ અને લેબ સર્વન્ટ સહિત છ લોકોની ભરતી કરવામાં આવશે.

આ સુવિધા થકી તાલુકાના 99 ગામોના કોરોના રિપોર્ટ સ્થાનિક લેબમાં થવાથી હવે ભુજ મોકલવાની જરૂર નહિ પડે.

જ્યાં લેબ ઉભી કરાઈ તે હોસ્પિટલમાં 5 તબીબોની જગ્યા ખાલી
તાલુકાની સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલમાં રેડીયોલોજીસ્ટ, નિવાસી તબીબી અધિકારી, આઇસર્જન, પેથોલોજીસ્ટ સહિત પાંચ જગ્યાઓ ખાલી હોવાથી દર્દીઓને આ રોગની સારવાર મેળવવામાં હેરાનગતિ થાય છે. જેથી ખાનગી હોસ્પિટલમાં વધુ ખર્ચ કરીને દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...