તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખળભળાટ:માંડવી APMCના નિવૃત્ત ઇન્સ્પેક્ટરે ઇચ્છા મૃત્યુની માગ કરતાં ખળભળાટ!

માંડવી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોંઘવારી ભથ્થું અને ઇજાફો ન ચૂકવાતાં અન્યાયની લાગણી
  • ભાજપના પેજ પ્રમુખે પોતાના પક્ષની જ રાજ્ય સરકારને લગાવી ગુહાર

માંડવી APMCના નિવૃત્ત ઇન્સપેક્ટરને મોંઘવારી ભથ્થું તેમજ ઇજાફાની રકમ ન મળતાં મુખ્યમંત્રી સમક્ષ ઇચ્છા મૃત્યુની માગણી કરી છે. શહેરના વોર્ડ નં. 3ના પેજ પ્રમુખ તેમજ આરએસએસ અને વીએચપીની વિચારધારાને વરેલા નિવૃત્તે માગેલા મોતથી ભાજપમાં ખળભળાટ મચી ગયો છે.

તા. 31/8/20ના નિવૃત્ત થયેલા ભાસ્કરરાય મહેતાને મોંઘવારી ભથ્થું તેમજ ઇજાફાની રકમ ન મળતાં સંબંધિતોને અનેકવાર રજૂઆત કરી હતી. કાળઝાળ મોંઘવારી વચ્ચે તેમને મળવા પાત્ર હક્કની રકમથી હજુ સુધી વંચિત રહેતાં છેવટે તેમણે મુખ્યમંત્રી સમક્ષ મૂકેલી માગણીમાં ઇચ્છા મૃત્યુની મંજૂરી માગી હતી. તેમની આ રજૂઆતના પગલે સરકારી તંત્રમાં હડકંપ મચી ગયો છે. એપીએમસીનો મહેકમ ખર્ચ 40 ટકાથી વધી જતાં તેમને લાભથી વંચિત રખાયા છે તેમ જણાવાઇ રહ્યું છે.

ખર્ચ વધુ હતો તો પણ કર્મચારીઓનો પગાર બેવડો કરાયો
બજાર સમિતિમાં નવા ભરતી થયેલા કર્મચારીઓને 10 હજાર પગારમાંથી 20 હજાર કરી દેવાયો ત્યારે પણ મહેકમ ખર્ચ 40 ટકા કરતાં વધારે હતો. આવા સંજોગોમાં પણ ભરતી સાથે પગાર બેવડો કરાયો હતો ત્યારે નિવૃત્તને મળવાપાત્ર થતા લાભો માટે આ બહાનું આગળ ધરવું યોગ્ય નથી તેમ ઉચ્ચ કક્ષાએ કરેલી રજૂઆતમાં જણાવાયું હતું.

મહેકમ ખર્ચ વધી જતાં લાભ મળી શક્યા નથી
પાંચ દિવસ પહેલાં જ રાજ્યના કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાત કરતાં મુખ્યમંત્રીએ જાડી ચામડીના નહી પણ સંવેદનશીલ અધિકારી બનવા ટકોર કરી હતી તેવામાં મગાયેલા ઇચ્છા મૃત્યુ વિશે એપીએમસીના સેક્રેટરી પરેશ પટેલ સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, મહેકમ ખર્ચ 40 ટકા બહાર જતાં આર્થિક લાભ મળી શક્યા નથી.

અન્ય સમાચારો પણ છે...