તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
માંડવીની પોસ્ટ ઓફિસમાં 13ના મહેકમ સામે માત્ર 5 કર્મચારીઓથી ગાડું ગબડાવાય છે. સ્ટાફ ઘટથી તાલુકાના લોકોના કામો સમયસર ન થતા હોવાની રાવ ઉઠી રહી છે.
એક સમયે શહેરમાં સબ પોસ્ટ ઓફિસ, મહિલા પોસ્ટ ઓફિસ અને હેડ પોસ્ટ ઓફિસ ધમધમતી જોવા મળતી હતી. સમય જતા ત્રણેય શાખા બંધ થતાં હાલમાં માત્ર મુખ્ય ડાકઘરમાં પાંચ કર્મચારીઓ કામનો બોજ ઉઠાવી રહ્યા છે. વર્તમાન સમયે સબ પોસ્ટ માસ્તર-1, કલાર્ક-7 અને ટપાલી-5 મળીને 13ના મહેકમ સામે 3 ટપાલી, 5 કલાર્કની ઘટ રહેતાં 5 કર્મચારીઓ તાલુકાની બે લાખની વસ્તી વચ્ચે ચાલતી 14 બ્રાન્ચ પોસ્ટ ઓફિસનો ભાર હોવાથી લોકોની સમસ્યા વધી ગઇ છે. ખાસ કરીને મની ઓર્ડર, રજિસ્ટર એડી, ટપાલ સેવા, પાર્સલ, બચત યોજના સાપ્તાહિક વર્તમાનપત્રો, પુસ્તક સહિતની ટપાલ સેવા ખોરવાઇ જાય છે અને લોકોને નિયત સમય દરમ્યાન ટપાલ મળતી નથી. અધુરામાં પૂરું સ્ટાફની ઘટ વચ્ચે આધારકાર્ડ, પાનકાર્ડ, મોબાઇલ રિચાર્જ, રેલવે ટિકિટ, ગંગાજલ, ડીશ સ્કાય સહિતની વધારાની કોમન સર્વિસ સેવા ઠોકી બેસાડાતા પડ્યા પર પાટું સમાન હોવાનું ખુદ પોસ્ટ કર્મચારીઓ જણાવી રહ્યા છે.
શહેરની 67 હજારની વસતી સામે માત્ર 2 ટપાલી
શહેરના નવા સીમાંકન મુજબ 5 કિ.મી. વિસ્તારમાં 67 હજાર લોકો રહે છે. જો કે, આટલી વસતી વચ્ચે ટપાલનું વિતરણ કરવા માટે માત્ર બે જ ટપાલી છે, જેથી લોકોને ટપાલ કયારે મળતી હશે તે એક પ્રશ્ન છે. પોસ્ટ ઓફિસમાં તાત્કાલિક ધોરણે સ્ટાફ ઘટ નિવારવા શહેરીજનો દ્વારા માંગ ઉઠી રહી છે.
મહેકમની પૂર્તતા માટે સાંસદની હૈયાધારણા
લાંબા સમયથી માંડવીની પોસ્ટ ઓફિસમાં સ્ટાફની ઘટ વચ્ચે કર્મચારીઓ પર કામનું ભારણ વધી જાય છે. આ મુદ્દે સાંસદ વિનોદ ચાવડાએ હૈયાધારણા આપતા કહ્યું હતું કે, પોસ્ટ ઓફિસમાં નવી ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે, જેથી જિલ્લાની વડી કચેરીના અધિક્ષકનો ધ્યાન દોરી કર્મચારીઓની ઘટ નિવારવામાં આવશે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.