સપના ચકનાચૂર:માંડવી પાલિકામાં સફાઈ કર્મીઓની કાયમી ભરતી અંતિમ ઘડીએ રદ

માંડવીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 135 લોકોએ આપ્યા હતા ઇન્ટરવ્યુ : જ્ઞાતિ રોટેશન ન જળવાતા નિર્ણય

માંડવી નગરપાલિકામાં 20 વર્ષ બાદ 20 સફાઈ કામદારોની કાયમી ભરતી પ્રક્રિયા યોજવામાં આવી હતી.જેમાં બે વખત ઇન્ટરવ્યુ કોલ નીકળ્યા બાદ પસંદગી સમિતિ દ્વારા ઇન્ટરવ્યૂ પણ લેવાઈ ચુક્યા હતા જોકે તપાસણી દરમ્યાન જ્ઞાતિ રોટેશન ન જળવાતા ઇન્ટરવ્યૂ પ્રક્રિયા પ્રાદેશિક કમિશનર કચેરી દ્વારા રદ કરી દેવામાં આવી છે જેને લઈને દિવાળી પૂર્વે કાયમી નોકરીના અરમાનો સેવનારા ઉમેદવારોના સ્વપ્ન ચકનાચૂર થયા છે.

સફાઈ કામદારોની ભરતી માટે 6 ઓગસ્ટના ઇન્ટરવ્યુ કોલ અપાયા હતા.જેમાં પસંદગી સમિતિના અધ્યક્ષ તરીકે જીગ્નેશભાઈ કષ્ટાની પસંદગી કરાઈ હતી.પરંતુ તેઓએ અંગત કારણોસર રાજીનામું આપી દેતા ભરતી પ્રક્રિયા ઘોંચમાં પડી હતી.જેથી એક માસ બાદ અધ્યક્ષ તરીકે જસુબેન હરજી વેકરીયાની પસંદગી થતા 135 નોકરી ઇચ્છુક ઉમેદવારોના ઈન્ટરવ્યુ લેવાયા હતા.આ સમિતિમાં સભ્યો તરીકે ચીફ ઓફિસર સાગર રાદીયા,પાલિકાના પ્રમુખ હેતલબેન સોનેજી, કારોબારી ચેરપર્સન જીજ્ઞાબેન હોદારવાલા,પ્રાદેશિક કમિશનર કચેરીના વિજય સિધ્ધપુરા પણ સામેલ હતા.રાજકોટ રિઝીયોનલના કમિશનર અને આઈએએસ અધિકારી વરુણકુમાર બરનવાલાએ જણાવ્યું કે,આ ઇન્ટરવ્યૂ પ્રક્રિયાની તપાસ દરમ્યાન સામાજિક શૈક્ષણિક અને પછાત વર્ગની 5 જગ્યાની સામે એક પણ ઉમેદવારની અરજી આવી ન હતી તો અનુસૂચિત જનજાતિમાં 3 ની જગ્યા સામે માત્ર 1 જ અરજી આવતા આ પ્રક્રિયા જ્ઞાતિના રોટેશન મુજબ ન હોવાથી રદ કરાઈ હોવાનું જણાવી હવે ફરીથી અખબારમાં જાહેરાત આપી ભરતી યોજવામાં આવશે તેવું કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...