તંત્ર નિંદ્રાધિન:કચ્છનો દરિયો કેફી દ્રવ્યો માટે સોફ્ટ ટાર્ગેટ છતાં માંડવી મરીન પોલીસનું પેટ્રોલીંગ એક માસથી બંધ!

માંડવી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માછીમારીની સિઝન એક માસથી શરૂ થઇ ગઇ છતાં પોલીસની નિષ્ક્રીયતા ઉઠીને આખે વળગી
  • ગત વર્ષે ભાડાની બોટથી પેટ્રોલીંગ થયું હતું, આ વર્ષે ટેન્ડરીંગ પ્રક્રિયા હજુ સુધી થઇ નથી : ત્રણ વર્ષ પહેલા માંડવી દરિયા કાંઠે ઉતર્યું હતું 300 કિલો હેરોઇન

ગુજરાત અને કચ્છનો દરિયાઇકાંઠો છેલ્લા થોડા વર્ષોથી કેફીદ્રવ્યો માટે સોફ્ટ ટાર્ગેટ બન્યો છે. અા કોસ્ટલ વિસ્તાર અતિ સંવેદનશીલ છે. તાજેતરમાં જ સાત ઇરાની ડ્રગ્સ સાથે પકડાયા હતા તો ત્રણ ટન હેરોઇન મુન્દ્રા ખાતેથી ઝડપી પડાયું હતું. તો, ત્રણ વર્ષ પહેલા માંડવી દરિયા કિનારે 300 કિલો હેરોઇન ઉતારાયું હતું જેને એટીએસ દ્વારા પકડી પાડ્યું હતું. આમ કેફી દ્રવ્યો પકડાવાના કિસ્સોઓ બનતા હોવા છતાં માંડવી મરીન પોલીસનું દરિયામાં પેટ્રોલીંગ બંધ હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. હાલ એક માસથી માછીમારીઓની સિઝન ચાલુ થઇ છે.

પણ મરીન પોલીસ માટે દરિયાઇ પેટ્રોલીંગ કરવા બોટની ટેન્ડરીંગ પ્રક્રિયા કરાઇ નથી. ત્યારે ડ્રગ્સ માફિયાઓને કેફી દ્રવ્ય ઘુસેડવા દરિયો રેઢો બની ગયો છે. જે દેશની સુરક્ષાની દ્રષ્ટીઅે યોગ્ય નથી.ત્રણ વર્ષ પહેલા દ્રારકા પાસેથી પાંચ કિલો હેરોઇન ઝડપાયા બાદ તપાસમાં ખુલવા પામ્યું હતું કે, દરિયા મારફતે 300 કિલો હેરોઇનનો જથ્થો માંડવી સમુદ્રી કિનારે ઉતારવામાં આવ્યો હતો. જેમાંથી પાંચ કિલો ભગાડને ભાડુ ઓછું મળતાં ચોરાવી લીધો હતો. જે વેચવાની ફીરાકમાં હતો. ત્યારે એટીએસએ ઝડપી પાડતાં માંડવીના કિનારે માલ ડીલીવરી કરનારાના નામ ખુલ્યા હતા.

માંડવી કિનારે માછીમારીની બોટમાં મશીનરી ખરાબ થઇ જવાને બહાને મોટી બોટવાળા માછીમારની બોટમાં ધોલુપીર પાસે સામાન આવવાના બહાને તેમા હેરોઇન લઇ અવાયું હતું. આજ જથ્થો રફીક સુમરાની સફેદ ફોરવ્હીલ કારમાં ગઢશીશા રોડ સ્થિત ભંગારના વાડાના ગોદામમાં માલ છુપાવવામાં આવ્યો હતો. જીરાની આડમાં ઉંજાથી પંજાબ ડીલીવરી કરવામાં માંડવીથી પંજાબ સુધીના ડ્રગ્સ માફિયાઓને તબક્કાવાર એટીએસ ઝડપી પાડ્યા હતા. માંડવી સમુદ્ર કિનારો સંવેદનશીલ અને લેન્ડીંગ પોઇન્ટ તરીકે જહાજવાડો, બાડાવાળા, આશરમાતા, ગુંગાનાળ, બાંભડાઇ, ધોલુપીર સહિતના વિસ્તારમાં ભૂતકાળમાં દાણચોરી ડ્રગ્સ માટે ચમકી ચુક્યો છે.

તે વિસ્તાર માંડવી મરીન પોલીસ દ્વારા દરિયાઇ બોટ નહીં હોવાના કારણોથી એક માસ થયો સમુદ્રી પેટ્રોલીંગ હજુ શરૂ કરવામાં અાવી નથી. જેના પગલે માંડવીનો સમુદ્ર કિનારો જાણે ડ્રગ્સ માફીયા માટે રેઢો મુકી દેવામાં અાવ્યો છે. જે ઉચિત કહેવાય નહીં. તો બીજીબાજુ એટીએસના તાબા હેઠળ આવતી માંડવી મરીન સ્ટાસ્ક ફોર્સના કમાન્ડોની એજન્સી માટે મસ્કા ખાતે સર્વે નંબર 368 પૈકીની 10 અેકર ગુંઠા જમીન પણ ફાળવવામાં આવી છે. આજ સેકટરમાં બાવીસ જેટલા કમાન્ડરો ફરજ બજાવી રહ્યા છે. હાલમાં મરીન પોલીસ સ્ટેશનમાં ભાડાની બોટની ટેન્ડરીંય પ્રક્રિયા નહીં થતાં કિનારે જવાનો પેટ્રોલીંગ કરી રહ્યા છે.

મરીન પોલીસ માટે બોટની ટેન્ડરીંગ પ્રક્રિયા હાથ ધરાશે : એસપી
1 સપ્ટેમ્બરથી માછીમારીની સિઝન પ્રારંભ થવા આવી એક માસ થવા આવ્યો પરંતુ માંડવી મરીન પોલીસ સ્ટેશનમાં ભાડાની બોટના માધ્યમથી પેટ્રોલીંગ કરવામાં આવ્યું નથી આ બાબતે પશ્ચિમ કચ્છ એસપી સૌરભસિંહે ટેન્ડરીં પ્રક્રિયા બાદ ફોટ ફાળવવામાં આવશે તેવું જણાવ્યું હતું.

માંડવી મરીન પોલીસમાં 49નો સ્ટાફ અને માત્ર બે જ વિસ્તાર ફાળવામાં આવ્યા
માંડવી મરિન પોલીસ સ્ટેશનમાં સલાયા વિસ્તાર અને મોઢવા ગામ તેમની હેઠળ અાવે છે. જેમાં એક માસમાં માત્ર પાંચ ગુના દાખલ થયા છે. આ પોલીસ મથકમાં 23 મહિલા અને 24 પુરૂષો પોલીસ સહિત 49 લોકો બે વિસ્તારમાં ફરજ બજાવી રહ્યા છે.

2008ની સાલમાં 18 કિલો ચરસ ATSએ પકડ્યું હતું
માંડવી તાલુકાના લાયજા ચોકડી પાસેથી 2008ની સાલમાં પાકિસ્તાનથી આવેલા 18 કિલો ચરસનો જથ્થો એટીએસએ ઝડપી પાડ્યો હતો. 300 કિલો હેરોઇન આજ એજન્સીએ ઝડપી લીધો હતો. તો, સ્થાનિક એજન્સીના સોર્સ આ બાબતે કાર્યરત નથી. અથવા વિશ્વાસ નહીં હોવાથી બાતમી આપતા નથી.

અન્ય સમાચારો પણ છે...