તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકોના જીવને ખતરો:માંડવીમાં જોખમી ઇમારતોને નોટિસ બાદ કામગીરી નીલ!

માંડવી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

માંડવી નગરપાલિકા પ્રિમોન્સુન કામગીરીમાં ગંભીર હોય તેવુ જણાઇ રહ્યું નથી. કારણ કે જર્જરિત ઇમારતોને તોડી પાડવા અંગે જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં નક્કી કરાયા બાદ પણ માંડવીમાં કોઇપણ કામગીરી ન કરાતા ભારે વરસાદ અને મોટા ભૂકંપના અાંચકા વખતે જીવલેણ દુર્ઘના સર્જાય તેવી ભીતિ છે.

જર્જરિત ઇમારત ખસેડી લેવા માટે પાલિકા દ્વારા નોટિસ અપાઇ ચૂકી છે. પરંતુ ઇમારતધારકો દ્વારા સ્વેચ્છાઅે ઇમારત તોડી નથી. શહેરના જીટી રોડથી દરજી પોળ જતી સાંકળી ગલીમાં અેક ટ્રસ્ટ મકાન લાંબા સમયથી પડુપડુ છે. તેમ છતાં કોઇ પગલા ભરાઇ રહ્યા નથી. અહીંથી પસાર થતા લોકો પર પથ્થરા પડી શકે છે તેવી સ્થિતિ છે. તો બીજીબાજુ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માના જન્મ સ્થળની નજીકમાં અેક મકાનની બહારની ગેલેરી ખૂબ જ જોખમી છે. તે ગમે ત્યારે પડી શકે છે. પાલિકા શહેરમાં અાવા જોખમી માળખાઅોને તાત્કાલિક દૂર કરે તો દુર્ઘટના ટાળી શકાય છે. પાલિકાઅે અત્યાર સુધી અાવા 13 જેટલી ઇમારતોને માત્ર નોટિસ અાપી સંતોષ માની લીધો છે. કોઇ પગલા ભરાયા નથી. વરસાદ પહેલાં જર્જરીત ઇમારતો તોડી પાડવા પાલિકા દ્વારા કામગીરી હાથ ધરાય તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...