તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓમાનથી આવશે પ્રાણવાયુની મદદ:ખીમજી રામદાસ ગ્રુપ એક કરોડના ખર્ચે ઓક્સિજનના 350 સિલિન્ડર કાર્ગો મારફતે માંડવી મોકલશે

માંડવી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઓમાનમાં ન્યુ બોટલ ખીરીદી કરીને ભરેલા પ્રાણવાયુની બોટલ 350 વતન માંડવી રવાના કરવામાં આવી રહ્યા છે. સમુદ્ર માર્ગથી મુન્દ્રા ખાતે માલ ઉભારવામાં આવશે. - Divya Bhaskar
ઓમાનમાં ન્યુ બોટલ ખીરીદી કરીને ભરેલા પ્રાણવાયુની બોટલ 350 વતન માંડવી રવાના કરવામાં આવી રહ્યા છે. સમુદ્ર માર્ગથી મુન્દ્રા ખાતે માલ ઉભારવામાં આવશે.
  • રવાના થયેલાે કાર્ગો સમુદ્ર માર્ગે શનિવારે મુન્દ્રા ઉતરશે, ત્યાંથી જમીન માર્ગે માંડવી લઇ જવાશે
  • આ સિલિન્ડર દર્દીઓને નિશુલ્ક જ અપાશે, હાજી હસન કોવિડ સેન્ટરમાં પણ ઓક્સિજનના બાટલા કામે લેવાશે

માંડવી તાલુકામાં દૈનિક અાઠ કોવિડ હોસ્પિટલમાં જમ્બો 381 પ્રાણવાયુ બોટલની જરૂરીયાત સામે ઉપલબ્ધ જથ્થો અોછો છે. જેના પગલે અા ખપત પુરી કરવા મેડિકલ અોક્સિજન માટે અોમાનથી ખીમજી રામદાસ મસ્કત પરિવારના સંયુક્ત અાયોજનથી 350 ઓક્સિજન બોટલ સમુદ્ર માર્ગે વતન માંડવી પહોંચાડાશે. જેના માટે મુળ કચ્છી ઉદ્યોગપતિઅે અેક કરોડનો ખર્ચ કર્યો છે. અોમાનના મસ્કતમાં સુલતાન પાસે મુળ માંડવીના ખીમજી રામદાસ મસ્કતવાલા પરિવારનો બોલ્યો બોલ જીલાય તેવી નામના છે. ત્યાં ઉદ્યોગ ક્ષેત્ર નામના કાઢનાર કચ્છની કંપની માદરે વતને પણ વર્ષોથી સેવા અને દાન અાપે છે.

તેવામાં માંડવીમાં પ્રાણવાયુની જરૂરીયાત ઉભી થવાની વાત તેઅોના કાને પડતા અેક માસમાં નવા નકોર મેડિકલ અોક્સિજનના 350 બાટલા મસ્કતથી પ્રાણવાયુ ભરીને તમામ શનિવાર મુન્દ્રા ખાતે કારગો અાવી જતા બાય રોડ માંડવી લઇ અાવામાં અાવશે. 350 બાટલાની વ્યવસ્થા માટે શહેર ભાજપ, નગરપાલિકા અને તાલુકા મેડિકલ ટીમના સંયોજનથી તમામ લોકોને નિ:શુલ્ક અોક્સિજનની બોટલ અાપવાનો નિર્ણય ખીમજી રામદાસ પરિવાર દ્વારા લેવામાં અાવ્યા હોવાની વિગત ટ્રસ્ટને મેનેજર ભરતભાઇ વેદ અાપી હતી.શહેર ભાજપના પ્રમુખ દેવાંગભાઇ દવે વધુ વિગત અાપતા જણાવ્યુ હતું કે, ખીમજી રામદાસ પરિવાર કાયમ વતનની વાત ધ્યાને લઇને મદદ કરવા તૈયાર હોય છે.

હાલ ઓક્સિજન ઘરો ઘર જરૂરીયાત ઉભી થતા તેમને પહોંચી વળવા માટે પ્રાણવાયુ ઉપયોગી થશે. હાજી હશન હોસ્પિટલ ખાતે હાલમાં ક્વોરન્ટાઇન સેન્ટર બનાવવામાં અાવ્યું છે. જેમાં પ્રથમ 25 બેડની અોક્સિજન સેવા પુરી પાડવાનુ નક્કી કરવામાં અાવ્યું છે. ટીઅેચઅો પશુપતિ પાસવાને જણાવ્યું હતું કે, 350 અોક્સિજનના બાટલા દાતાઅોના સહયોગતથી મળતા તાલુકા માટે સંજીવન સમાન બની રહેશે. તો પાલિકાના નગર અધ્યક્ષા હેતલબેન સોનેજી રિફિલિંગ કરવા માટે પાલિકા પોતાના વાહન અાપવાની ખાતરી અાપી હતી. ટ્રસ્ટના મહિલા ટ્રસ્ટી વસંતબેન સાયલઅે રામસેતુના કામમાં ખિસકોલી જેટલુ કાર્ય કરવાનો મોકો મળ્યો હોવાની વાતમાં સદભાગ્ય માન્યુ હતું

35 વર્ષમાં 2.52 લાખ રાશનકીટ લોકોને અાપી
માંડવીમાં દર માસે 600 રાશનકીટ જરૂરીયાતમંદ લોકોને અાપવામાં અાવે છે. અા ક્રમ છેલ્લા 35 વર્ષથી ચાલી રહ્યો છે. અાટલા વર્ષોમાં 2.52 લાખ રાશનકીટ અપાઇ ચૂકી છે. કાર્ય અન્નદાન સ્વરૂપે કરવામાં અાવતો હોવાથી દાતા પરિવાર ખીમજી રામદાસ દ્વારા અત્યાર સુધીમાં કિટ વિતરણ કરતા હોવાનો ફોટો કે સમાચાર પ્રકાશિત કરવામાં અાવ્યા નથી.

ભૂકંપના સમયમાં વધુ સારવાર માટે દર્દીઓને મુંબઇ સારવાર અપાઇ હતી
2001ના ભયાનક ભૂકંપ વખતે પણ અોમાનથી તેઅો વતન દોડી અાવ્યા હતાં. મસ્કતથી વતન આવીને જેમની સારવાર સ્થાનિકે શકય ન હતી તેમની સારવાર કરવા માટે ખીમજી રામદાસ પરિવાર પોતાના ખર્ચ મુંબઇમાં સારવાર કરાવીને માનવતાની મહેક પ્રસરાવી હતી. આ બાબતની નોંધ ક્યારે પરિવાર દ્વારા જાહેર કરાઇ નથી.

અન્ય સમાચારો પણ છે...