તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના બેકાબૂ:માંડવીમાં કોવિડની સારવાર પૂરી થયા બાદ વેપારીનું કોરોનાથી મોત

માંડવી10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મસ્કામાં સારવાર પૂરી કહી ઘરે પરત મોકલી દેવાયા હતા

માંડવીમાં કે.ટી. શાહ રોડ પર ચંપલની દુકાન ધરાવતા જૈન વેપારીને મસ્કામાં કોરોનાની સારવાર પૂરી થયાનું કહીને ઘરે મોકલી દેવાયા હતા. પરંતુ, બે દિવસ બાદ શ્વાસ લેવામાં તકલીફ થતા મુન્દ્રા ખસેડાયા હતા. જ્યાં સાત આઠ દિવસની સારવાર દરમિયાન મોત થયું છે.

ઘરમાં બે દિવસ બાદ ફરી શ્વાસ લેવામાં સમસ્યા થતા મુન્દ્રા ખસેડાયા હતા
પ્રાપ્ત વિગતો મુજબ નિભાડા શેરીમાં રહેતા 57 વર્ષીય અતુલ અમૃતલાલ સંઘવીનું કોરોનાનો ચેપ લાગ્યો હતો. તેમને પ્રથમ મસ્કા એન્કર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. ત્યારબાદ ત્યાંથી સારવાર પૂરી થતા ફરી તેમના ઘરે આવ્યા હતા. બે દિવસ બાદ ફરી તેમને શ્વાસ લેવામાં સમસ્યા ઊભી થઈ હતી, જેથી તેમને મુન્દ્રામાં ખસેડાયા હતા. જ્યાં સાતથી આઠ દિવસ દિવસ સારવાર લીધી હતી. પરંતુ, સારવાર કારગત નિવડે એ પહેલા સોમવારે બપોરે અંતિમ શ્વાસ લીધા હતા.

કે.ટી. શાહ રોડ પર એક માસમાં ત્રણ વેપારીના મોતથી ભય
માંડવીમાં કે.ટી. શાહ રોડ પર એક માસમાં ત્રણ વેપારીને કોરોનાનો ચેપ લાગ્યા બાદ કોરોનાની સારવાર અપાઈ. પરંતુ, સારવાર દરમિયાન મોત થયું છે, જેમાં મહાવીર ઈલેક્ટ્રોનિકના મહેશ મગનલાલ સંઘવી, દેવશી ગાંધી અને સોમવારે અતુલ સંઘવીએ દમ તોડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...